વાનૂઆતુઃ દુનિયાભરમાં કોરોનાના પ્રકોપે ક્રિકેટ સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓને રદ્દ કરી દેવાની નોબત લાવીને મુકી દીધી છે. ત્યારે એક દેશ એવો છે જ્યાં ક્રિકેટની ગતિવિધિઓ ફરીથી શરૂ થઇ છે.
આઇસીસી ક્રિકેટ પર મીટિંગ કરીને ફરીથી શરૂ કરવા કોઇ નિર્ણય લે તે પહેલા દક્ષિણ પ્રશાંતના એક ટાપુ વાનૂઆતુ પર ક્રિકેટને ફરીથી જીવતદાન મળ્યું છે, અહીં ક્રિકેટ ફરીથી શરૂ થઇ ગઇ છે. આ ટાપુ કોરોના મહામારી અને લૉકડાઉન બાદ પોતાની ક્રિકેટ ગતિવિધિઓને ફરીથી શરૂ કરનારો પહેલો દેશ બની ગયો છે. શનિવારે અહીં મહિલા ઘરેલુ ક્રિકેટ લીગની ફાઇનલ મેચ હતી. મેચમાં મહિલાઓની ટાઇફા બ્લેકબર્ડ્સ અને પાવર શાકર્સ ટીમો આમને સામને ટકરાઇ હતી.
જો કોઇને ક્રિકેટના લાઇવ એક્શનની કમી અનુભવાતી હોય તો, તે વાનૂઆતુ ક્રિકેટના ફેસબુક પર આને લાઇવ જોઇ શકે છે. વાનૂઆતે આ લીગને લઇને એ જાહેરાત કરી છે કે તે ફેસબુક પર ક્રિકેટનુ લાઇવ પ્રસારણ કરશે,.
વાનૂઆતુ ક્રિકેટ સંઘના મુખ્ય કાર્યકારી શેટ ડેટ્સ પણ આ મેચનુ લાઇવ જોવા માટે લોકોને ઇન્વાઇટ કરી રહ્યાં છે, મહિલાઓ ટીમની ટક્કર જોવા માટે આ સુનેરો મોકો છે. હાલ દુનિયાના કોઇપણ દેશમાં ક્રિેકટ નથી રમાઇ રહી.
વાનૂઆતુ ટાપુ પર કોરોના વાયરસના કારણે ગયા મહિને લૉકડાઉન થયુ હતુ, બાદમાં 6ઠ્ઠી એપ્રિલે એક ભયાનક વાવાઝોડુ પણ આવ્યુ હતુ. હાલ દેશના લોકો લૉકડાઉનના ખુલવાનો જશ્ન મનાવી રહ્યાં છે. બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે, અને અત્યારે કોરોના વાયરસનો એક પણ કેસ સામે નથી આવ્યો.
કોરોના સંકટની વચ્ચે આ દેશમાં શરૂ થઇ ફરીથી ક્રિકેટ મેચો, બન્યો મહામારીમાં ક્રિકેટ રમાડનારો પહેલો દેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Apr 2020 10:22 AM (IST)
કોઇને ક્રિકેટના લાઇવ એક્શનની કમી અનુભવાતી હોય તો, તે વાનૂઆતુ ક્રિકેટના ફેસબુક પર આને લાઇવ જોઇ શકે છે. વાનૂઆતે આ લીગને લઇને એ જાહેરાત કરી છે કે તે ફેસબુક પર ક્રિકેટનુ લાઇવ પ્રસારણ કરશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -