IND vs SA T20 WC 2024 Final Prediction: T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલનો દિવસ આખરે આવી જ ગયો, જેની પ્રેક્ષકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આજે છે. ફાઈનલ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો સામસામે ટકરાશે. ભારત ફાઈનલમાં પહોંચતાની સાથે જ ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે ફાઈનલ મેચમાં કઈ ટીમ જીતશે. તો અમે તમને જણાવીશું કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ફાઈનલમાં કોણ જીતશે. 


જીતની આગાહી 
અત્યાર સુધી આ બંને ટીમોએ ટુર્નામેન્ટમાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું છે. આ બંને ટીમો એકપણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી છે. આવી સ્થિતિમાં, કોઈપણ ટીમને વિજેતા કહેવી એ ઘણું મુશ્કેલ હશે. જો કે દક્ષિણ આફ્રિકાએ તેની તમામ મેચો જીતી લીધી છે, પરંતુ તેણે કેટલીક ખૂબ જ નજીકની જીત મેળવી છે જેમાં હારના ચાન્સ હતા. બીજી તરફ ટીમ ઈન્ડિયાએ લગભગ તમામ મેચો જીતી છે જેમાં તેમની હારના ચાન્સ ખૂબ ઓછા હતા. આ રીતે, જો અનુમાન લગાવીએ તો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં જીતી શકે છે તેવી સંભાવના છે.


ભારત VS દક્ષિણ આફ્રિકા T20 ફાઇનલ 2024 


જો અત્યાર સુધીમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની મેચોની વાત કરીએ તો અત્યાર સુધીમાં આ બંને ટીમો વચ્ચે 26 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. આ મેચોમાં ભારતે 14 મેચમાં અને દક્ષિણ આફ્રિકાએ 11 મેચમાં જીત મેળવી છે. બંને વચ્ચેની મેચ અનિર્ણિત રહી છે. અહીં પણ ટીમ ઈન્ડિયા પર દક્ષિણ આફ્રિકાનો દબદબો છે. કારણ કે દક્ષિણ આફ્રિકાએ ભારતને ઘણી વાર મોટા મુકાબલામાં માત આપી છે. 


ફાઈનલમાં પહોંચવામાં બંને ટીમોનું પ્રદર્શન આવું રહ્યું હતું.


ભારતઃ રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયા આ T20 વર્લ્ડ કપમાં ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. ભારતીય ખેલાડીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે, જેના કારણે તેમને વિજય હાંસલ કરવામાં ઘણી મદદ મળી છે. ફાઇનલમાં પહોંચવા માટે ટીમે કુલ 7 મેચ રમી, અને તે તમામ મેચોમાં જીત મેળવી.


દક્ષિણ આફ્રિકાઃ દક્ષિણ આફ્રિકાની ટીમે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચીને ઘણું સંતુલન બતાવ્યું છે. ટીમે બેટિંગ અને બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે. આફ્રિકાએ ફાઈનલમાં પહોંચવા માટે ટૂર્નામેન્ટમાં કુલ 8 મેચ રમી, તે તમામમાં તેને જીત મેળવી છે.