Irfan Pathan and Suresh Raina Dacne Video: આરઆરઆર ફિલ્મનું સૉન્ગ નાટૂ-નાટૂ ઓસ્કાર જીત્યા બાદથી જ ચર્ચામાં છે. ગીતના ઓરિઝિનલ સૉન્ગ કેટેગરીમાં ઓસ્કાર એવૉર્ડ મળ્યો, ભારતીય ક્રિકેટર્સ પર આ ગીતનો જબરદસ્ત ખુમાર ચઢી રહ્યો છે. એક પછી એક ખેલાડી આ ગીત પર થિરકતા એટલે કે ડાન્સ કરતાં દેખાઇ રહ્યાં છે. આ લિસ્ટમાં પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈના અને ઇરફાન પઠાણ પણ સામેલ છે. બન્ને ખેલાડીઓએ એકબીજાના ગળામાં હાથ નાંખીને શાનદાર રીતે આ ગીત પર ડાન્સ કર્યો છે.  


ઇરફાન પઠાણ-સુરેશ રૈનાનો શાનદાર ડાન્સ
ઇરફાણ પઠાણે પોતાના અધિકારિક ઇન્સ્ટાગ્રામ પરથી ડાન્સનો આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે સુરેશ રૈનાની સાથે ડાન્સ કરી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે ઇરફાન પઠાણ અને સુરેશ રૈના એકબીજાના ગળામાં હાથ  નાંખીને સાથે ડાન્સ કરતાં દેખાઇ રહ્યાં છે. આ વીડિયોમાં બન્નેની એનર્જી જોતા જ લાગી રહી છે. આ વીડિયોમાં મોહમ્મદ કૈફ પાછળ ઉભેલો દેખાઇ રહ્યો છે.  






બન્નેના આ વીડિયોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. અત્યાર સુધી આ વીડિયોને હજારોમાં લાઇક્સ મળી ચૂકી છે. વળી, સેંકડો લોકો આના પર કૉમેન્ટ કરી ચૂક્યા છે. વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યાં ચે. 


એક યૂઝરે આ વીડિયો પર કૉમેન્ટ કરતાં લખ્યું- ઓસ્કાર વિનિંગ ડાન્સ, વળી, બીજાએ લખ્યું- રૈના ભાઇની અંદરથી પંજાબી ડાન્સ બહાર આવી ગયો. આ જ રીતે ફેન્સે જુદાજુદા રિએક્શન્સ આપ્યા છે. 


લીજેન્ડ્સ લીગ રમી રહ્યાં છે બન્ને દિગ્ગજ  -
ઉલ્લેખનીય છે કે, બન્ને દિગ્ગજ ખેલાડીઓ લીજેન્ડ઼સ ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી રહ્યાં છે. તાજેતરમાં જ ઇન્ડિયા મહારાજાસ અને વર્લ્ડ જાયન્ટ્સની વચ્ચ રમાયેલી એક મેચમાં સુરેશ રૈનાએ ઇન્ડિયા મહારાજાસ તરફથી શાનદાર ઇનિંગ રમી હતી. તેને 41 બૉલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 49 રન ફટકાર્યા હતા. 














---