IND vs PAK Match Ticket Price: ICC મહિલા ટી20 વર્લ્ડકપ 2024 સંયુક્ત આરબ અમીરાતમાં યોજાવાનો છે. આ ટૂર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ દુબઈ પહોંચી ગઈ છે. વળી, ICC એ મહિલા ટી20 વર્લ્ડકપ મેચોની ટિકિટના ભાવ જાહેર કર્યા છે અને ઓનલાઈન બુકિંગ પણ શરૂ કરી દીધું છે, પરંતુ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચેની શાનદાર મેચની ટિકિટના ભાવ જાણીને તમને આશ્ચર્ય થશે!


ભારત અને પાકિસ્તાનની ટીમો 6 ઓક્ટોબરે મહિલા ટી20 વર્લ્ડકપમાં આમને-સામને ટકરાશે. બંને ટીમો ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે ટકરાશે. આ દિવસે સાંજે આ જ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ અને સ્કૉટલેન્ડ વચ્ચે મેચ રમાશે. આવી સ્થિતિમાં, ICCએ બંને મેચને જોડીને એક ટિકિટ જાહેર કરી છે. સૌથી ઓછી કિંમતની ટિકિટ માત્ર 15 દિરહામ છે, ભારતીય રૂપિયામાં આ કિંમત અંદાજે 342 રૂપિયા છે. જોકે, વિવિધ સ્ટેન્ડની ટિકિટની કિંમતો પણ અલગ-અલગ છે, જે 25 દિરહામ એટલે કે અંદાજે 570 ભારતીય રૂપિયા છે. તમે વેબસાઇટ t20worldcup.platinumlist.net પર ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો. 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે ટિકિટની જરૂર રહેશે નહીં.


મહિલા ટી20 વર્લ્ડકપ 2024માં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. આ 10 ટીમોને બે અલગ-અલગ 5 જૂથોમાં વહેંચવામાં આવી છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. આ ટીમમાં ભારત ઉપરાંત ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો છે. વળી, ભારત અને પાકિસ્તાન આ ફોર્મેટમાં 15 વખત સામસામે આવી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમે 12 મેચ જીતી છે, જ્યારે 3 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. ટી20 વર્લ્ડકપ 2023માં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું.


ભારતીય મહિલા ટીમ


હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, ઋચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, સજના સજીવન.


રિઝર્વ ખેલાડીઓઃ ઉમા ચેત્રી (વિકેટકીપર), તનુજા કંવર, સાયમા ઠાકોર   


આ પણ વાંચો


Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?