SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને છેલ્લી મેચ ગાલેમાં રમાઈ હતી. આ મેચમાં યજમાન શ્રીલંકાએ એક ઇનિંગ અને 154 રને જીત મેળવી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ રમતના ચોથા દિવસે (29 સપ્ટેમ્બર) તેની બીજી ઇનિંગમાં 360 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે શ્રીલંકાની ટીમે ન્યૂઝીલેન્ડને બે મેચની ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું.






ગાલેમાં રમાયેલી શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાએ કિવી ટીમને 63 રને હરાવ્યું હતું. શ્રીલંકાએ 15 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી જીતી છે. અગાઉ 2009માં તેણે ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. ઉપરાંત, ઇનિંગ્સના આધારે ન્યૂઝીલેન્ડ સામે શ્રીલંકાની આ સૌથી મોટી જીત હતી.


બીજા દાવમાં શ્રીલંકા તરફથી ઓફબ્રેક બોલર નિશાન પેઇરિસે છ વિકેટ ઝડપી હતી. પેઇરિસની આ ડેબ્યૂ ટેસ્ટ મેચ હતી. તેણે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ પણ લીધી હતી. ન્યૂઝીલેન્ડ માટે ગ્લેન ફિલિપ્સે બીજી ઇનિંગમાં સૌથી વધુ 78 રન બનાવ્યા હતા. મિશેલ સેન્ટનર (67) અને ડેવોન કોનવે (61)એ પણ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.


શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ દાવ 5 વિકેટે 602 રનના સ્કોર પર ડિકલેર કર્યો હતો. શ્રીલંકા માટે કામિન્દુ મેન્ડિસે અણનમ 182 રન (250 બોલ, 16 ચોગ્ગા અને 4 છગ્ગા) કર્યા હતા. જ્યારે દિનેશ ચાંદીમલે 116 રનની ઇનિંગ રમી હતી. ચાંદીમલે 208 બોલનો સામનો કર્યો અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 149 બોલનો સામનો કર્યો અને અણનમ 116 રન બનાવ્યા હતા જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. કિવી ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.


આ પછી સ્પિનરો પ્રભાત જયસૂર્યા અને નિશાન પેઇરીસે ન્યૂઝીલેન્ડની કમર તોડી નાખી હતી. કિવી ટીમ તેની પ્રથમ ઇનિંગમાં માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એટલે કે પ્રથમ દાવના આધારે શ્રીલંકાને 514 રનની લીડ મળી હતી. મિશેલ સેન્ટનરે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ 6 અને પેઇરીસે ત્રણ વિકેટ ઝડપી હતી.


કાનપુર ટેસ્ટ વરસાદમાં ધોવાશે તો WTC ફાઇનલમાં નહીં પહોંચે ભારતીય ટીમ ? સમજો સમીકરણ