નવી દિલ્હીઃ રવિવારે ભારતમાં ઘરેલુ ક્રિકેટની વાપસી થઇ રહી છે. સૈયદ મુસ્તાક અલી ટી20 ટૂર્નામેન્ટની શરૂઆત થઇ રહી છે. પરંતુ આ પહેલા જ તેમાં વિવાદોનો સિલસિલો શરૂ થઇ ગયો છે. બરોડાના ઓલરાઉન્ડર દિપક હૂડાએ ટીમને પહેલી મેચમાંથી નીકળી જવાનો ફેંસલો કર્યો છે. રિપોર્ટ છેકે દિપક હૂડાએ બરોડા ક્રિકેટ એસોસિએશનને પત્ર લખીને કેપ્ટન કૃણાલ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ કરી છે, દિપક હુડાએ આરોપ લગાવ્યો છે કે કૃણાલ પંડ્યાએ તેની સાથે ગાળા ગાળી કરી છે, અભ્રદ્ર ભાષાનો પયોગ કર્યો છે, અને કેરિયર ખતમ કરવાની ધમકી આપી છે.


દિપક હૂડાએ એસોસિએશનને પત્ર લખીને કૃણાલ પંડ્યાના વર્તનને દાદાગીરી ગણાવી છે. રિપોર્ટ છેકે દિપક હૂડા શનિવારે રાત્રે બાયૉ બબલ છોડીને ચાલ્યો હતો, આ પછી તેનો કૉચ અને ટીમ ખુબ દુવિધામાં છે, કેમકે દિપક હૂડા એક સીનિયર ખેલાડી છે, આ ઓલરાઉન્ડર ટીમની બેટિંગ ક્રમનો મુખ્ય ખેલાડી છે.

(ફાઇલ તસવીર)

દિપક હૂડાએ ઇમેલમાં લખ્યું - હું છેલ્લા 11 વર્ષથી બરોડા ક્રિકેટ એસોસિએશન માટે ક્રિકેટ રમી રહ્યો છું, આ સમયે મને સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે. હું ઉત્સાહહીન, તણાવગ્રસ્ત અને દબાણ અનુભવી રહ્યો છું.

તેને લખ્યું- છેલ્લા બે ચાર દિવસોથી મારા કેપ્ટન મિસ્ટર કૃણાલ પંડ્યા ટીમના સાથી ખેલાડીઓ અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવા આવેલા અન્યા રાજ્યોના ખેલાડીઓની સામે મારી વિરુદ્ધ ગાળા ગાળી કરી રહ્યાં છે. વધુમાં તેને કહ્યું પંડ્યાએ મને પ્રેક્ટિસમાંથી રોકીને દાદાગીરી બતાવી હતી.

(ફાઇલ તસવીર)