Jharkhand Assembly Election 2024: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 43 બેઠકો પર થઈ રહેલા મતદાનની વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી મહેન્દ્રસિંહ ધોની પણ પોતાની પત્ની સાક્ષી સાથે પોતાનો મત આપવા માટે રાંચી પહોંચ્યા હતા.


મહેન્દ્રસિંહ ધોની પૉલિંગ બૂથ પર પહોંચતા જ તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે તલપાપડ થઈ ગયા હતા. તેમણે રાંચીના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. તમને જણાવી દઈએ કે ધોનીનું ઘર રાંચી રિંગ રોડ પર છે. પોતાનો મત આપીને તેમણે જાગૃત નાગરિક બનવાનો સંદેશ આપ્યો છે.






 


ઝારખંડ ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર છે ધોની 
મહેન્દ્રસિંહ ધોની અને તેના સમગ્ર પરિવારે બપોરે હાથિયા વિધાનસભાના બૂથ નંબર 380 પર મતદાન કર્યું. આ દરમિયાન લોકો મહેન્દ્રસિંહ ધોની સાથે સેલ્ફી લેવા માટે ખૂબ જ ઉત્સુક હતા. મહેન્દ્રસિંહ ધોની ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.


43 બેઠકો પર મતદાન 
ઝારખંડની 81 વિધાનસભા સીટો પર બે તબક્કામાં મતદાન થશે. બુધવારે પ્રથમ તબક્કા માટે 43 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 43 બેઠકો પર મતદાન માટે 15 હજાર 344 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જ્યાં સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે.


683 ઉમેદવારોની કિસ્મતનો ફેંસલો 
કુલ 1.37 કરોડ મતદારો 683 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ પર લખી રહ્યા છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 68.73 લાખ અને મહિલા મતદારોની સંખ્યા 68.36 લાખ છે. ત્રીજા લિંગના મતદારોની સંખ્યા 303 છે. 18-19 વર્ષની વયના મતદારોની સંખ્યા 6.51 લાખ છે. અનેક મોટી હસ્તીઓ, રાજકીય પક્ષોના નેતાઓ અને વિવિધ બેઠકો પરના ઉમેદવારોએ પોતપોતાના બૂથ પર વહેલી સવારે મતદાન કર્યું હતું.


આ પણ વાંચો


IN PICS: આ તોફાની ઓસ્ટ્રેલિયન બોલર મહિલા ક્રિકેટરના પ્રેમમાં 'ક્લીન બોલ્ડ' થયો, પ્રેક્ટિસથી શરૂ થઈ લવ સ્ટોરી