Theunis de Bruyn: દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન થૂનિસ ડી બ્રૂઇને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. 30 વર્ષીય આ બેટ્સમેને પોતાના સંન્યાસની જાહેરાત કરતાં કહ્યું કે હવે 'ધ નેક્સ્ટ ચેપ્ટર' એટલે કે આગળના અધ્યાય પર ધ્યાન કેન્દ્રિત કરશે, થૂનિસ ડી બ્રુઇને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાનું ડેબ્યૂ 2017 માં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટી20 મેચથી કર્યુ હતુ, થૂનિસ ડી બ્રુઇને સાઉથ આફ્રિકા માટે માત્ર 13 ટેસ્ટ મેચો અને 2 ટી20 મેચ રમી છે.  


દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન થૂનિસ ડી બ્રુઇનનો સંન્યાસ- 
થૂનિસ ડી બ્રુઇને પોતાની ઘરેલૂ ટીમ ટાઇટન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં લખ્યું - મને ક્રિકેટના ઉચ્ચત્તમ સ્તર પર પોતાના દેશનુ પ્રતિનિધિત્વ કરવાનું સૌભાગ્ય મળ્યુ અને આ મેરા માટે કેરિયરની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ છે. હું બાળપણમાં સપનુ જીવ્યો છું, પોતાના હીરો સાથે ડ્રેસિંગ રૂમ શેર કર્યો છે, અને દુનિયાના કેટલાક પ્રતિસ્થિત સ્થાનો પર ક્રિકેટ રમ્યો છું, અને હું આ રમતના માધ્યમથી મને મળેલા અવસરો માટે પર્યાપ્ત ધન્યાવાદ નથી કહી શકતો. તેને આગળ કહ્યું-મે જે કંઇપણ હાંસલ કર્યુ છે તેને જોતા હવે સમય આવી ગયો છે કે, હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહીને પોતાના નેક્સ્ટ ચેપ્ટર પર ધ્યાન આપુ. હું મારા ભવિષ્ય માટે ખુબ જ ઉત્સાહિત છું, અને મારી લાઇફમાં પણ મારા ડ્રીમ્સ અને એમ્બીશન્સને મેળવવા ઉત્સુક પણ છું.


થૂનિસ ડી બ્રુઇનની કેરિયર -
થૂનિસ ડી બ્રુઇને પોતાની ટેસ્ટ કેરિયરમાં કુલ 13 ટેસ્ટ મેચો રમી હતી, જેની 25 ઇનિંગોમાં તેને 19.50 ની એવરેજથી 468 રન બનાવ્યા હતા, તેને પોતાની કેરિયરમાં એકપણ ફિફટી નથી લગાવી, પરંતુ 2018 માં કોલંબોમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચોમાં તેને એકમત્રા સદી ફટકારી હતી, ટેસ્ટ કેરિયરમાં તેનો બેસ્ટ સ્કૉર 101 રનોનો છે. 


સાઉથ આફ્રિકા માટે તેને પોતાની છેલ્લી મેચ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબૉર્નમાં બૉક્સિંગ ડે ટેસ્ટમાં રમી હતી, તે મેચમાં થૂનિસ ડી બ્રુઇને 12 અને 28 રનોની ઇનિંગ રમી હતી, અને તેની ટીમને એક ખરાબ હારનો સામનો કરવો પડ્યો હતો. સાઉથ આફ્રિકા ટી20 લીગની પહેલી સિઝનમાં થૂનિસ ડી બ્રુઇન પ્રૉટિયાઝ કેપિટલ્સની ટીમમાં હતો, જે ફાઇનલ સુધી પહોંચી હતી, તેને આ ટૂર્નામેન્ટમાં કુલ 238 રન બનાવ્યા હતા.