Womens T20 World Cup: અત્યારે આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ રમાઇ રહ્યો છે, આ વખતે સાઉથ આફ્રિકા ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે. આજે અમે તમને અહીં આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપના દરેક વખતના ચેમ્પીયન વિશે બતાવી રહ્યાં છીએ. આ ટૂર્નામેન્ટની અત્યાર સુધી 7 એડિશન થઇ ચૂકી છે, અને આમાં સૌથી વધુ સફળ ટીમ ઓસ્ટ્રેલિયા રહી છે, ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે આઇસીસી મહિલી ટી20 વર્લ્ડકપની ટ્રૉફી સૌથી વધુ પાંચ વાર ઉઠાવી છે, તો વળી, વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ એક-એક વાર ચેમ્પીયન બની ચૂકી છે. આ સિવાય કોઇપણ ટીમ ટી20 વર્લ્ડકપ જીતવામાં સફળ થઇ શકી નથી. વર્ષ 2020માં ભારતીય ટીમ ફાઇનલમાં પહોચી હતી, પરંતુ કાંગારુ ટીમે 85 રનથી માત આપીને ટીમ ઇન્ડિયાને પહેલીવાર ટ્રૉફી જીતવાથી વંચિત રાખી હતી. આ વખતે ભારતીય મહિલા ટીમે ટ્રૉફી જીતી શકશે કે નહીં તે જોવાનુ રહ્યુ. અહીં જાણો તમામ સાત એડિશનના વિનર્સ..... 


આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપની 7 સિઝન રમાઇ ચૂકી છે - 


વર્ષ 2009 (ઇંગ્લેન્ડમાં) - ઇંગ્લેન્ડ ચેમ્પીયન -
સૌથી પહેલા આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ વર્ષ 2009માં રમાયો હતો, જેમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમે કમાલ કરતાં ચેમ્પીયન બની હતી, ઇંગ્લિશ મહિલા ટીમે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને 6 વિકેટથી હરાવીને ટ્રૉફી પર પહેલીવાર કબજો જમાવ્યો હતો. 


વર્ષ 2010 (વેસ્ટ ઇન્ડિઝમાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન - 
વર્ષ 2010માં રમાયેલી મહિલા ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ પ્રથમ વાર ચેમ્પીયન બની હતી, આ વખતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને ઓસ્ટ્રેલિયાએ  3 રનથી હરાવીને ટ્રૉફી પોતાના નામે કરી હતી. 


વર્ષ 2012 (શ્રીલંકામાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન - 
વર્ષ 2012ની ફાઇનલમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિયા આવી અને સામે ઇંગ્લેન્ડની ટીમે હતી, જોકે, આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લિશ મહિલા ટીમને 4 રનથી હરાવીને મહિલા ટી20 વર્લ્ડકપની ટ્રૉફી જીતી લીધી હતી.


વર્ષ 2014 (બાંગ્લાદેશમાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન - 
વર્ષ 2014માં પણ સતત ઓસ્ટ્રેલિયન ટીમ ત્રીજી વાર મહિલા ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવવામાં સફળ રહી હતી. ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ ઇંગ્લેન્ડને ફરી એકવાર 6 વિકેટથી માત આપીને ચેમ્પીયન બની ગઇ હતી. 


વર્ષ 2016 (ભારતમાં), વેસ્ટ ઇન્ડિઝ ચેમ્પીયન - 
વર્ષ 2016માં રમાયેલી મહિલા ટી20 વર્લ્ડકપમાં પહેલીવાર કેરેબિયન મહિલા ટીમે ધાક જમાવતા ટ્રૉફી પોતાના નામે કરી હતી. વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમે ફાઇનલમાં સળંગ ત્રણ વારની ચેમ્પીયન ઓસ્ટ્રેલિયન મહિલા ટીમને 8 વિકેટથી હરાવી દીધી હતી. 


વર્ષ 2018 (વેસ્ટ ઇન્ડિઝમાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન - 
વર્ષ 2018માં ફરી એકવાર ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો, અને આ વખતે ઇંગ્લેન્ડને 8 વિકેટે હરાવીને ફરી એકવાર ચેમ્પીયન બનવામાં સફળ રહી. 


વર્ષ 2020 (ઓસ્ટ્રેલિયામાં), ઓસ્ટ્રેલિયા ચેમ્પીયન - 
વર્ષ 2020માં રમાયેલા મહિલા ટી20 વર્લ્ડકપમાં ફરી એકવાર ઓસ્ટ્રેલિય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ અને ટ્રૉફી જીતી લીધી, 2020ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા ટીમને 85 રનથી હરાવીને ટ્રૉફી પર કબજો જમાવ્યો હતો, આ સાથે જ ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે પાંચ પર ટ્રૉફી પોતાના નામે કરી હતી. હવે વર્ષ 2023નો મહિલા ટી20 વર્લ્ડકપ કોણે રહેશે તે જોવાનુ રહ્યુ.