નવી દિલ્હીઃ છેલ્લા ચાર મહિનાથી ક્રિકેટ ગતિવિધિઓ બંધ છે. હવે ઇંગ્લેન્ડ ટીમે ક્રિકેટમાં વાપસી કરવા માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. કોરોના મહામારીથી બચવા માટે ક્રિકેટને સ્થગિત કરી દેવામાં આવી હતી. જોકે, હવે પ્રેક્ટિસ દરમિયાન ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કુરેનને કોરોનાના લક્ષણો દેખાતા ફરીથી ક્રિકેટની વાપસી ખતરામાં આવી ગઇ છે.


ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે જાણકારી આપી છે કે, ઇંગ્લિશ ખેલાડી સેમ કુરેનને કોરોનાના લક્ષણો દેખાય હતા, હાલ તેને આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. સેમ કુરેનને પ્રેક્ટિસ દરમિયાન લક્ષણો દેખાતા આખી ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. અત્યારે તે મેચમાં નહીં રમી શકે. કોરોના વાયરસના લક્ષણો માટે કુરેનના સેમ્પલ લેવામાં આવ્યા છે.

પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે રમત પુરી થયા બાદ સેમ કુરેનને ડાયરિયા થયો, આને ધ્યાનમાં રાખીને તેને તરતજ આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. ઇસીબીએ કહ્યું- કુરેન સારી સ્થિતિમાં છે પણ તે મેચ નહીં રમી શકે.



ઉલ્લેખનીય છે કે બટલર અને સ્ટૉક્સની ટીમો વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ સામે સીરીઝ પહેલા મેચ રમાડવામાં આવી રહી છે. પહેલા બેટિંગ કરતા બટલરની ટીમે 5 વિકેટ ગુમાવીને 287 રનની ઇનિંગ રમીને સમાપ્તીની જાહેરાત કરી દીધી હતી. સેમ કુરેન પહેલી ઇનિંગમાં 15 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો, તે સમયે ઇનિંગ સમાપ્તીની જાહેરતા કરી દેવામાં આવી હતી.