નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે, પઠાણ હંમેશા સોશ્યલ મીડિયા પર ધાર્મિંક સદભાવનાને લઇને પણ અવાજ ઉઠાવતો રહ્યો છે. ગુરુવારે ઇરફાન પઠાણ પોતાના એક ટ્વીટર યૂઝર પર બરાબરનો ગુસ્સો ભરાયો હતો, ખરેખરમાં ઇરફાને તેને નેક્સ્ટ હાફિઝ સઇદ કહેવા પર આડેહાથે લીધો હતો. ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઇદ આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાનો સરગના છે.

એબીપી ન્યૂઝ હિન્દીમાં છપાયેલા આર્ટિકલ પ્રમાણે, એક યૂઝરે ઇરફાનને લઇને લખ્યું હતુ- ઇરફાન પઠાણ નેક્સ્ટ હાફિઝ સઇદ બનવાની પોતાની ઇચ્છાને છુપાવી નથી રહ્યાં. આના પર પઠાણે ટ્વીટ કર્યુ- કેટલાક લોકોની માનસિકતા એવી છે, આપણે ક્યાં પહોંચી ગયા છીએ. શરમજનક....



બૉલીવુડ અભિનેત્રી ઋચા ચઢ્ઢા સહિત કેટલાય લોકોએ લખ્યું કે આ નકલી એકાઉન્ટ છે. ઋચાએ લખ્યું- આ નકલી એકાઉન્ટ છે. કોઇ અસલી માણસ નથી. પરંતુ કોઇ આને ચલાવી રહ્યું છે.

જોકે, તે યૂઝરે ટ્વીટ કોઇ રાજકીય વાત પર નહતુ કર્યુ પરંતુ ક્રિકેટ સંબંધી વાત પર કર્યુ હતુ. પઠાણે તાજેતરમાં જ કહ્યું હતુ કે તેને ભારતીય ટીમમાં નંબર -3 પર મોકલવાનો વિચાર તત્કાલિન કૉચ ગ્રેગ ચેપલનો ન હતો પણ સચિન તેંદુલકરનો હતો.



ઇરફાને રોનક કપૂરના ઇન્સ્ટાગ્રામ પર વાત કરતા કહ્યું હતુ, મે આ વાત મારા સન્યાસની જાહેરાત બાદ પણ કરી હતી. લોકો વિચારે છે કે ગ્રેગ ચેપલે એક ઓલરાઉન્ડર તરીકે નંબર 3 પર મોકલીને મારી કેરિયર બરબાદ કરી..... અસલમાં સચિન પાજીએ આ વિચાર આપ્યો હતો.

ઇરફાને કહ્યું કે, તેમને રાહુલ દ્રવિડને કહ્યું હતુ કે તે મને નંબર-3 પર મોકલે. તેમને કહ્યું હતુ કે ઇરફાનમાં તાકાત છે અને તે મોટા છગ્ગા ફટકારી શકે છે. તે નવા બૉલને રમી શકે છે અને ફાસ્ટ બૉલરોને પણ.