નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને મોટી રાહત મળી છે. કેકેઆરના સ્ટાર સ્પિનર સુનિલ નારેનને શંકાસ્પદ બૉલિંગ એક્શન મામલે ક્લિન ચીટ મળી ગઇ છે. ગયા અઠવાડિયે સુનિલ નારેન વિરુદ્ધ શંકાસ્પદ બૉલિંગ એક્શનની ફરિયાદ થઇ હતી.

પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે, આઇપીએલની બૉલિંગ એક્શન કમિટીએ સુનિલ નારેનને ક્લિન ચીટ આપી દીધી છે. ક્લિન ચીટ મળ્યા બાદ સુનિલ નારેન એકવાર ફરીથી કેકેઆર માટે બૉલિંગ કરતો દેખાશે.

ગયા અઠવાડિયે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રમાયેલી મેચમાં સુનિલ નારેન વિરુદ્ધ શંકાસ્પદ બૉલિંગ એક્શનની ફરિયાદ થઇ હતી, જો સુનિલ નારેનને ક્લિન ચીટ ના મળી હોત તો તેની વિરુદ્ધ વધુ એક ફરિયાદ આવી જાય, તેને આ ટૂર્નામેન્ટમાં રમવા પ્રતિબંધિત કરવામાં આવી શકતો હતો.



સુનિલ નારેનની બૉલિંગ એક્શન હંમેશા વિવાદોમાં રહી...
સુનિલ નારેનની બૉલિંગ એક્શન અંગે સૌથી પહેલા વર્ષ 2014માં ફરિયાદ થઇ હતી, 2014માં ચેમ્પિયન લીગ દરમિયાન નારેનની બૉલિંગ એક્શનને લઇને એકવાર ફરિયાદ કરવામાં આવી હતી, અને તે 2015માં વનડે વર્લ્ડકપ ન હતો રમી શક્યો. સુનિલ નારેન હંમેશાથી પોતાની બૉલિંગ એક્શનને લઇને વિવાદોમાં રહ્યો છે.