નવી દિલ્હી:  દેશમાં ફરીએકવાર કોરોનાએ માથ્યું ઉંચક્યું છે. દિવસેને દિવસે સતત ચિંતાજનક કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના ઝપેટમાં સેલિબ્રિટની સાથે હવે ખેલાડીઓ પણ આવી ગયા છે. સચિન તેંડુલકર(Sachin Tendulkar) બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યૂસૂફ પઠાણ(Yusuf Pathan) નો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. યૂસુફ પઠાણ(Yusuf Pathan) અને સચિન હાલમાં જ સમાપ્ત થયેલી રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ ટી20(road safety world series 2021) ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.


યૂસુફ પઠાણે(Yusuf Pathan) ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેણે લખ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ(Corona Positive) આવ્યો છે. મને હળવા લક્ષણો છે. રિપોર્ટ આવ્યા બાદ મે પોતાને ઘરમાં ક્વારન્ટાઈન કરી લીધો છે અને હું તમામ સાવચેતીના જરૂરી પગલા લઈ રહ્યો છું.  



યૂસુફ પઠાણે (Yusuf Pathan) તેમના સંપર્કમાં રહેલા લોકોને પણ અપીલ કરી હતી કે તે કોરોના ટેસ્ટ કરાવે. તેમણે કહ્યું હતું કે, "મારી અપીલ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો કોરોના ટેસ્ટ જલદીથી કરાવવી લે. "




આ પહેલા હાલમાં જ  ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટના ભગવાન (God of Cricket) તરીકે ઓળખાતો સચિન તેંડુલકર (Sachin Tendulkar) પણ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો. સચિને ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.



સચિને ટ્વીટ કરીને લખ્યું, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. ઘરના અન્ય સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. હું હોમ ક્વોરન્ટાઈન થયો છું અને ડોક્ટર્સ દ્વારા આપવામાં આવેલી સૂચનાનું પાલન કરી રહ્યો છું. મને મદદ કરનારા તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સનો હું આભાર માનું છું. તમારી કાળજી રાખજો.


સચિન અને યૂસુફ પઠાણ ગત રવિવારે રમાયેલી રોડ સેફ્ટી વર્લ્ડ(road safety world series 2021) સીરિઝની ફાઈનલમાં ભાગ લીધો હતો