ક્રિકેટર યુવરાજ સિંહ અને ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચેનો લગાવ ઘણીવાર જોવા મળતો હોય છે. બંને ક્રિકેટરો એકબીજાના લગ્ન સમારોહમાં નાચતા પણ દેખાયા હતા. ફરી એક વાર કોહલી અને યુવરાજ વચ્ચેનું બોન્ડિંગ જોવા મળ્યું છે. યુવરાજ સિંહે વિરાટ કોહલીને ગોલ્ડન બૂટ ગિફ્ટ કરતી વખતે દિલ જીતી લેતી વાત પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. 


રન મશીન તરીકે ઓળખાતા કિંગ કોહલી માટે યુવરાજ સિંહે એક ખાસ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં યુવીએ ત્રણ તસવીરો શેર કરી છે જેમાં ગોલ્ડન બૂટની એક તસવીર, એક લેટર અને થોડા વર્ષો અગાઉની વિરાટ સાથે પડાવેલી એક તસવીર છે. આ પોસ્ટમાં યુવરાજે એક મોટો સંદેશ પણ લખ્યો છે. 


મારા માટે તું ચીકુ રહીશ અને દુનિયા માટે કિંગ કોહલીઃ


યુવરાજે લખેલા પત્રના અંતમાં એક આકર્ષક વાતનો ઉલ્લેખ કર્યો છે જેમાં યુવરાજ કહી રહ્યો છે કે, "મારા માટે તું ચીકુ જ રહીશ અને દુનિયા માટે કિંગ કોહલી". ચીકુ એ વિરાટ કોહલીનું બાળપણનું નામ છે અને ધોની પણ મોટા ભાગે કોહલીને ચીકુ નામથી બોલાવતો હતો. 
યુવરાજે પોતાના પત્રની શરુઆતમાં લખ્યું છે કે, વિરાટ મેં તને ક્રિકેટર અને એક માણસ તરીકે આગળ વધતો જોયો છે. નેટમાં તે યુવાન છોકોરો (કોહલી) જે ભારતીય ક્રિકેટના લિજેન્ડ્સ સાથે ખભે-ખભો મીલાવીને ચાલતો હતો. આજે તે ખુદ એક લિજેન્ડ છે અને યુવાઓ માટે પ્રેરણા બન્યો છે. મેદાન પર તમારુ અનુશાસન, ખેલ પ્રતિ સમર્પણ યુવાનોને બેટ ઉઠાવીને એક દિવસ ભારતીય ટીમ માટે બ્લુ જર્સીમાં રમવા માટે પ્રેરિત કરે છે. યુવરાજે આગળ લખ્યું કે, તમે દર વર્ષે તમે ક્રિકેટના લેવલને વધાર્યું છે અને નવી-નવી ઉપલબ્ધીઓ મેળવી છે. આ જ કારણ છે કે, હવે તમને તમારા કરિયરના નવા ચેપ્ટરમાં જોવા માટે ઉત્સુક છે. તમે એક લિજેન્ડરી કેપ્ટન અને શાનદાર લીડર રહ્યા છો. હું તમને હજી વધુ ફેમસ રન ચેજ કરતા જોવા માંગુ છું.


સિક્સર કિંગ યુવીએ પોતાના પત્રમાં આગળ લખ્યું કે, મને ખુશી છે કે, મેં તમારી સાથે એક ટીમમેટથી વધીને એક દોસ્તની રીતે સંબંધ આગળ વધાર્યો છે. રન બનાવવા, લોકો સાથે મસ્તી કરવી, મીલ્સ ચોરી કરવી, પંજાબી ગીતો પર જેમિંગ કરવુ અને સાથે કપ જીતવો. આપણે સાથે આ બધુ કર્યું. મારા માટે તું હંમેશાં ચીકુ રહીશ અને દુનિયા માટે કિંગ કોહલી. હંમેશાં પોતાની અંદરની આગને જલાવીને રાખજે. તમે એક સુપરસ્ટાર છો. 


અત્રે ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી શ્રીલંકા સામે આગામી ટેસ્ટ સીરીઝમાં મોહાલીના મૈદાન પર પોતાની 100મી ટેસ્ટ મેચ રમશે. હાલમાં જ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમનું કેપ્ટન પદ છોડ્યું છે. આ પહેલાં ગયા વર્ષે ટી-20 વર્લ્ડ કપ પછી તેમણે ટી-20ની કેપ્ટનશીપ છોડી હતી. તે બાદ પસંદગીકારોએ કોહલી પાસેથી વન ડે ટીમનું સુકાની પદ પણ લઈ લીધું હતું.