દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2021 ની 53 મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટે હાર આપી હતી. આ મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરે પ્રેક્ષકોની ગેલેરીમાં ગયો, જ્યાં તેણે તેની ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવી હતી.  ચહરે તેની ગર્લફ્રેન્ડને સ્ટેડિયમમાં દર્શકોની સામે રિંગ પહેરાવી હતી. આ દ્રશ્ય જોઈને ચેન્નઈના કેપ્ટન એમએસ ધોની અને પંજાબના કેપ્ટન કેએલ રાહુલ હસતા જોવા મળ્યા હતા. જ્યારે પંજાબથી ચેન્નઈની ટીમ મેચ હારી ગઈ, ત્યારે દીપક પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલી તેની ગર્લફ્રેન્ડ પાસે ગયો અને તેને ઘુંટણીયે બેસીને પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી, જેના જવાબમાં તેણીએ ભાવુક થઈને હા પાડી હતી. ઉલ્લેખનીય છે કે દીપક ચાહરે પોતાની જીવન સાથી પસંદ કરી હોવાની ખુશીમાં દર્શકો પણ સ્ટેન્ડ્સમાં ઉજવણી કરવા લાગ્યા હતા.



તમને જણાવી દઈએ કે દીપક પ્લેઓફ મેચ દરમિયાન તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માંગતો હતો, આ માટે તેણે ધોની સાથે વાત કરી હતી. પરંતુ માહીએ દીપકને લીગ મેચો દરમિયાન જ આવું કરવા કહ્યું, જેના કારણે દીપકે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું અને પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન રિંગ પહેરાવી હતી.


દીપક ચાહરે સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે અમારા બંનેની તસવીર જ બધુ વ્યક્ત કરી રહી છે. અમારે બસ તમારા આશિર્વાદની જરૂર છે. ત્યારપછી દીપકે પ્રપોઝ કરતો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.



દીપક ચહર ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્ટાર ફાસ્ટ બોલર છે. ચહરે અત્યાર સુધી IPL 2021 ની 13 મેચમાં 13 વિકેટ લીધી છે. આ સાથે જ તેણે IPL કારકિર્દીમાં કુલ 58 વિકેટ લીધી છે. ચહર આઈપીએલ 2016 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સંકળાયો  હતો અને ત્યારથી તે આ ટીમના નિયમિત સભ્ય છે. દીપક ચાહરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી છે.


IPL 2021 ની 53 મી મેચમાં કેએલ રાહુલના નેતૃત્વવાળી પંજાબ કિંગ્સે ચેન્નઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવી હતી. પ્રથમ રમ્યા બાદ ચેન્નાઈએ 20 ઓવરમાં છ વિકેટે 134 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સે માત્ર 13 ઓવરમાં લક્ષ્યાંકનો પીછો કરતા ચાર વિકેટ ગુમાવી દીધી હતી. કેએલ રાહુલે પંજાબ કિંગ્સ માટે માત્ર 42 બોલમાં અણનમ 98 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. 


Jaya Bhardwaj, Jaya Bhardwaj News, Jaya Bhardwaj Instagram, Deepak Chahar Girlfriend, Deepak Chahar, Deepak Chahar Girlfriend Jaya Bhardwaj,