IPL 2023: આઇપીએલ 2023 (IPL 2023)ની ધીમ મચવાની છે. આગામી વર્ષે આઇપીએલ સિઝન માટે ડિસેમ્બર (2022)માં મિની ઓક્શન થવાનુ છે. આ મિની ઓક્શનમાં કેટલાય ખેલાડીઓની ખરીદી થશે. ટીમો પોતાની ટીમો પોતાના કેટલાય ખેલાડીઓને રિલીઝ કરશે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને આ વર્ષે રિલીઝ કરી દેશે. સામે આવેલી ખબર પ્રમાણે જાડેજા અને ચેન્નાઇની ફ્રેન્ચાઇઝી વચ્ચે અણબન ચાલી રહી હતી, હવે આ વાતને લઇેન ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી બધુ સ્પષ્ટ કરી દેવામાં આવ્યુ છે.
પહેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી રવીન્દ્ર જાડેજા અને દિલ્હી કેપિટલ્સ તરફથી શાર્દૂલ ઠાકુરને આ મિની ઓક્શન માટે રિલીઝ કરી દેવામાં આવશે. હવે ચેન્નાઇ એક વિશ્વસનીય સુત્રોએ જાણકારી આપતા બતાવ્યુ છે કે આ બધી અફવા છે. સુત્રએ બતાવ્યુ- ફ્રેન્ચાઇઝી અત્યારે જાડેજાને રિલીઝ કરવા અંગે નથી વિચારી રહી. જો પણ રિપોર્ટસ સામે આવ્યા છે, તેનો કોઇ આધાર નથી. હાલમાં જાડેજાને રિલીઝ કરવાનો કોઇ અર્થ નથી. અમે તો આને લઇને હજુ સુધી ચર્ચા પણ નથી કરી.
શું જાડેજા ફ્રેન્ચાઇઝીથી અલગ થવા માંગે છે ? આ સવાલનો જવાબ આપતા એક સુત્રએ કહ્યું- અત્યારે જાડેજા સાથે અમારો કોઇ સંપર્ક નથી થયો, પરંતુ તેને રિલીઝ કરવાનો કોઇ સવાલ જ નથી થતો.
હરાજી પહેલા સોંપવુ પડશે લિસ્ટ -
ઉલ્લેખનીય છે કે, મિની ઓક્શન પહેલા તમામ ફ્રેન્ચાઇઝીને પોતાના રિલીઝ કરવામાં આવનારા ખેલાડીઓના લિસ્ટ 15 નવેમ્બર સુધી બીસીસીઆઇને સોંપવા પડશે. હંમેશા બેંગ્લુરુમાં થનારી ઓક્શન, આ વખતે તુર્કીના ઇસ્તંબુલમાં થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જાડેજા ઇજાગ્રસ્ત છે, જેના કારણે તે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માંથી પણ બહાર થયો છે.
---
---