Pakistan vs South Africa: આઇસીટી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં આજે દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન (Pakistan vs South Africa) વચ્ચે ટક્કર થશે. બન્ને ટીમો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર બપોરે 1.30 વાગે આમને સામને થશે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સેમિ ફાઇનલની ટિકીટ પાક્કી કરવાના ઇરાદે ઉતરશે. વળી, પાકિસ્તાન પોતાની સેમિ ફાઇનલની આશા જીવંત રાખવા માટે આ મેચ હર હાલમાં જીતવી પડશે. 


ગૃપ 2માં અત્યાર સુધી કોઇપણ ટીમ સેમિ ફાઇનલમાં નથી પહોંચી, આવામાં આ મેચ ખુબ મહત્વપૂર્ણ છે. જો પાકિસ્તાન ટીમ અહીં હારી જાય છે, તો તેના માટે સેમિ ફાઇનલમાં પહોંચવાના રસ્તાં બંધ થઇ જશે, અને ભારત તથા ભારત તથા બાંગ્લાદેશમાંથી કોઇ એક ટીમ પાસે આગળ આવવાનો મોકો રહેશે. જો તે આગળની મેચમાં ઝિમ્બાબ્વેને સારા અંતરથી હરાવી દે અને ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે હારી જાય, આવી પરિસ્થિતિમાં લગભગ અસંભવ લાગે છે. એટલે કે જો આજે પાકિસ્તાન હારે છે, તો ટીમ ઇન્ડિયા લગભગ સેમિ ફાઇનલમાં પહોંચી જશે.


જો પાકિસ્તાન આ મેચમાં જીત હાંસલ કરી લે છે, તો દક્ષિણ આફ્રિકાને પણ સેમિ ફાઇનલમાં પહોંચવા માટે આગળની મેચની રાહ જોવી પડશે. આગળની મેચ આફ્રિકાને નેધરલેન્ડ્સ સામે રમવાની છે. નેધરલેન્ડ્સને હરાવીને આફ્રિકા સેમિ ફાઇનલની ટિકીટ પાક્કી કરી લેશે. જો ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે જીતી જાય તો સેમિ ફાઇનલમાં પહોંચી જશે, આવામાં આજે પાકિસ્તાન મેચ જીતીને પણ બહાર થઇ જશે. જો ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વે સામે હારી જાય અને પાકિસ્તાન બાંગ્લાદેશને સારા અંતરથી હરાવે તો તે સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે.


ENG vs NZ 2022: માર્ક વુડે ફેંક્યો T20 વર્લ્ડ કપ 2022નો સૌથી ઝડપી બોલ, જાણો અત્યાર સુધીનો રેકોર્ડ


T20 World Cup 2022, Mark Wood: T20 વર્લ્ડ કપ 2022માં આજે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો આમને-સામને હતી. આ મેચમાં ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. તે જ સમયે, આ મેચ દરમિયાન, ઇંગ્લેન્ડના ઝડપી બોલર માર્ક વૂડે આ ટૂર્નામેન્ટનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. માર્ક વૂડે ઈંગ્લેન્ડની ઈનિંગની છઠ્ઠી ઓવર દરમિયાન 150 કિમી પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે 5 બોલ ફેંક્યા હતા. તે સમયે ન્યુઝીલેન્ડનો બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ સ્ટ્રાઈક પર હતો. ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ માર્ક વુડની સ્પીડ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો.


ગ્લેન ફિલિપ્સ ચોંકી ગયો...


માર્ક વુડની તે ઓવરના છેલ્લા બોલની સ્પીડ સૌથી વધુ હતી. સ્પીડ ગન પર આ બોલની ઝડપ 155 કિમી પ્રતિ કલાક માપવામાં આવી હતી. આ ટુર્નામેન્ટનો આ સૌથી ઝડપી બોલ છે. જો કે આ પહેલા પણ આ રેકોર્ડ માર્ક વુડના નામે હતો. ત્યારબાદ તેણે 154 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. તે જ સમયે, ન્યુઝીલેન્ડ બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ આજની મેચમાં ફેંકવામાં આવેલા આ સૌથી ઝડપી બોલથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેથી, બોલ ગ્લેન ફિલિપ્સના બેટની કિનારી સાથે વિકેટની પાછળની બાઉન્ડ્રીની બહાર ગયો.


માર્ક વૂડે ટુર્નામેન્ટનો સૌથી ઝડપી બોલ ફેંક્યો