CSK vs DC: દિલ્હીએ ચેન્નાઈનો વિજય રથ, CSKની 20 રનથી હાર
IPL 2024, CSK vs DC LIVE Score: અહીં તમને દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
IPL 2024, CSK Vs DC: ઋષભ પંતની કપ્તાની હેઠળ, દિલ્હી કેપિટલ્સ (DC) એ મજબૂત પ્રદર્શન બતાવ્યું અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં જીતનું ખાતું ખોલ્યું. વિશાખાપટ્ટનમમાં રવિવારે (31 માર્ચ) રમાયેલી મેચમાં દિલ્હીએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 20 રનથી હરાવ્યું હતું. આ સિઝનમાં દિલ્હીની આ પ્રથમ જીત છે. જ્યારે ચેન્નાઈની આ પહેલી હાર છે.
મુકેશ કુમારે બે બોલમાં સતત બે વિકેટ લઈને મેચ દિલ્હીની ઝોળીમાં નાખી દીધી છે. મુકેશે પહેલા રહાણેને આઉટ કર્યો અને પછી સમીર રિઝવીને પણ આઉટ કર્યો. 14મી ઓવરમાં માત્ર બે રન જ બન્યા હતા. હવે ચેન્નાઈને 36 બોલમાં 89 રન બનાવવાના છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે 11મી ઓવરમાં 75ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ડેરીલ મિશેલ 26 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. તેના બેટમાંથી બે સિક્સ અને એક ફોર આવી હતી. હવે રહાણે સાથે શિવમ દુબે ક્રિઝ પર છે.
7 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર બે વિકેટે 38 રન છે. રહાણે 20 અને મિશેલ 11 રને રમતમાં છે. બંને વચ્ચે 31 રનની ભાગીદારી છે. ચેન્નાઈને હવે જીતવા માટે 78 બોલમાં 154 રન બનાવવાના છે.
2 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર એક વિકેટે 6 રન છે. અજિંક્ય રહાણે બે બોલમાં એક રન પર છે. જ્યારે રચિન રવિન્દ્ર આઠ બોલમાં બે રન પર છે. દિલ્હીના બોલરો યોગ્ય લાઇન લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે.
દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટે 191 રન બનાવ્યા હતા. દિલ્હીને પૃથ્વી શો અને ડેવિડ વોર્નરે તોફાની શરૂઆત અપાવી હતી, ત્યારપછી એવું લાગતું હતું કે સ્કોર આસાનીથી 200ને પાર કરી જશે, પરંતુ વચ્ચેની ઓવરોમાં મથિશા પથિરાનાએ સળંગ વિકેટ લઈને દિલ્હીને વિશાળ સ્કોર કરતાં અટકાવી દીધું હતું. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે 52 રન, રિષભ પંતે 51 રન અને પૃથ્વી શોએ 43 રન બનાવ્યા હતા. અક્ષર પટેલ આઠ બોલમાં સાત રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો. ચેન્નાઈ તરફથી પથિરાનાએ 3 વિકેટ લીધી હતી.
16 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 વિકેટે 143 રન છે. રિષભ પંત 20 બોલમાં 21 રન બનાવીને રમતમાં છે. જ્યારે અક્ષર પટેલ એક રન પર છે. તુષારદેશ પાંડેએ પોતાની ચાર ઓવરમાં માત્ર 24 રન આપ્યા હતા.
12 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર બે વિકેટે 111 રન છે. મિચેલ માર્શ પાંચ બોલમાં એક ચોગ્ગા સાથે 6 રન પર છે. જ્યારે ઋષભ પંત સાત બોલમાં પાંચ રન બનાવીને રમતમાં છે.
દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ 10મી ઓવરમાં 93 રનના સ્કોર પર પડી હતી. મુસ્તફિઝુર રહેમાનના બોલ પર પથિરાનાએ વોર્નરનો અદભૂત કેચ લીધો હતો. હવે ઋષભ પંત ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવ્યો છે.
મુસ્તાફિઝુર રહેમાને છઠ્ઠી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 20 રન આવ્યા હતા. પૃથ્વી શૉએ ત્રણ ચોગ્ગા અને ડેવિડ વોર્નરે એક ચોગ્ગો ફટકાર્યો હતો. 6 ઓવર પછી દિલ્હીનો સ્કોર કોઈ વિકેટ વિના 62 રન છે. વોર્નર 22 બોલમાં 35 રન અને પૃથ્વી શો 15 બોલમાં 24 રન બનાવીને રમતમાં છે.
તુષારદેશ પાંડેએ ચોથી ઓવર ફેંકી. આ ઓવરમાં માત્ર પાંચ રન આવ્યા હતા. જોકે, ઓવરના બીજા બોલ પર પૃથ્વી શૉએ ઓફ સાઈડ પર શાનદાર ફોર ફટકારી હતી. 4 ઓવર પછી દિલ્હીનો સ્કોર કોઈ વિકેટ વિના 24 રન છે.
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મથિશા પથિરાના અને મુસ્તફિઝુર રહેમાન.
રિષભ પંત (કેપ્ટન), પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, એનરિક નોર્કિયા, મુકેશ કુમાર, ઈશાંત શર્મા અને ખલીલ અહેમદ.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીએ બે મોટા ફેરફારો કર્યા છે. ઈશાંત શર્મા અને પૃથ્વી શોની ટીમમાં વાપસી થઈ છે.
બ્રેકગ્રાઉન્ડ
IPL 2024, CSK vs DC LIVE Score: નમસ્તે! એબીપી ન્યૂઝના લાઈવ બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અહીં તમને દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે ડબલ હેડર રમાશે. દિવસની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડો. વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -