IPLની 16મી સિઝન રવિવારે (28 મે)ના રોજ સમાપ્ત થશે. ટુર્નામેન્ટની ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટાઇટલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે થશે. જો ગુજરાત આ મેચ જીતી જશે તો સતત બીજી સિઝનમાં ચેમ્પિયન બની જશે. આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોનીની નજર પાંચમી વખત ટાઈટલ જીતવા પર હશે.
ચાલો જાણીએ આ મેચના પ્રસારણ અને ઓનલાઈન ટેલિકાસ્ટ સંબંધિત તમામ માહિતી
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ ક્યારે છે ?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે 28 મે રવિવારના રોજ મેચ રમાશે.
ગુજરાત ટાઇટન્સ વિ ચેન્નાઇ સુપર કિંગ્સ મેચ ક્યાં રમાશે ?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે ?
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે ફાઇનલ મેચ સાંજે 7:30 વાગ્યે રમાશે. ટોસ સાંજે 7 વાગ્યે થશે.
કઈ ટીવી ચેનલ પર મેચ ટેલિકાસ્ટ થશે ?
સ્ટાર સ્પોર્ટ્સ ગ્રુપ ટેલિવિઝન પર ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણના અધિકારો ધરાવે છે. આ ટુર્નામેન્ટની બાકીની મેચો પણ સ્ટાર સ્પોર્ટ્સ ગ્રુપની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.
ફોન કે લેપટોપ પર લાઈવ મેચ કેવી રીતે જોવી?
આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ભારતમાં Jio સિનેમા એપ પર જોઈ શકાશે. આ સિવાય તમે gujarati.abplive.com પર મેચ સંબંધિત સમાચાર, લાઈવ અપડેટ્સ અને રેકોર્ડ્સ પણ વાંચી શકો છો.
ફ્રીમાં લાઈવ મેચ કેવી રીતે જોઈ શકો ?
આ મેચ જિયો સિનેમામાં પ્રસારિત થઈ રહી છે. આ એપમાં લાઈવ મેચ જોવા માટે તમારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં Jio Cinema એપ ઇન્સ્ટોલ કરીને ઈન્ડિયન પ્રીમિયર લીગની તમામ મેચો મફતમાં જોઈ શકો છો.
ક્લૉઝિંગ સેરેમનીમાં કોણ કોણ હશે સામેલ ?
મળતી માહિતી પ્રમાણે, IPL 2023ની ક્લૉઝિંગ સેરેમનીમાં બૉલીવુડ એક્ટર રણવીર સિંહ, ગાયક એઆર રહેમાન, સિંગર અને રેપર કિંગ, રેપર ડિવાઈન સહિત બીજા કટેલાય બૉલીવુડ સ્ટાર્સ જોવા મળશે. આ પહેલા સિંગર અરિજીત સિંહ સિવાય એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદાનાએ પણ IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. જોકે, IPL 2023નો સમાપન સમારોહ સાંજે 6 વાગ્યે શરૂ થશે. અને આ સમાપન સમારોહ પછી ચેમ્પીયન બનવા માટે ફાઇનલ મેચ રમાશે.
અહીંથી જોઇ શકશો લાઇવ બ્રૉડકાસ્ટિંગ અને સ્ટ્રીમિંગ -
જો તમે આઇપીએલ ક્લૉઝિંગ સેરેમનીનું લાઇવ બ્રૉડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જોવા માંગો છો, તો તમે સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક પર IPL 2023ના સમાપન સમારોહનું જીવંત પ્રસારણ જોઈ શકો છો, વળી, લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર જોઈ શકાશે. ખરેખર, તમે Jio સિનેમા પર હિન્દી અને અંગ્રેજી સહિત 12 ભાષાઓમાં IPL 2023ના સમાપન સમારોહનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.