CSK vs LSG, IPL 2023 : રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌને 12 રને હરાવ્યું

આજે IPL 2023માં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો છે.  

gujarati.abplive.com Last Updated: 03 Apr 2023 11:47 PM
ચેન્નાઈની શાનદાર જીત

ચેન્નાઈ સુપર કિંગ્સ 2019 પછી તેમના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પરત ફર્યા અને શાનદાર જીત મેળવી. છેલ્લી ત્રણ સીઝનમાં ટીમ અહીં કોરોનાવાયરસ મહામારી અને અન્ય કારણોસર રમી શકી ન હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી 22 મેચોમાંથી 19માં જીત મેળવી છે. તે માત્ર ત્રણ મેચ હારી છે.


ચેન્નાઈએ લખનૌને 12 રને હરાવ્યું. આ સિઝનમાં આ તેની પ્રથમ જીત છે. છેલ્લી મેચમાં ચેન્નાઈને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી.

ચેન્નાઈને મોટી સફળતા મળી

અત્યાર સુધી મોંઘો સાબિત થયેલો તુષાર દેશપાંડે ચેન્નાઈ સુપર કિંગ્સને મોટી સફળતા અપાવી.  તુષારે 16મી ઓવરના છેલ્લા બોલ પર ખતરનાક બેટ્સમેન નિકોલસ પૂરનને આઉટ કર્યો હતો. પૂરન 18 બોલમાં 32 રન બનાવીને બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો. 

લખનૌની શાનદાર શરૂઆત

218 રનના ટાર્ગેટનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે ધમાકેદાર શરૂઆત કરી હતી. તેણે 4 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 56 રન બનાવ્યા છે. કાયલ મેયર્સ અને સુકાની કેએલ રાહુલ મેદાનમાં છે. 

લખનઉને જીતવા માટે 218 રનનો ટાર્ગેટ

ચેન્નાઈ સુપર કિંગ્સે લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે 218 રનનો ટાર્ગેટ આપ્યો છે. ચેન્નઈએ 20 ઓવરમાં સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 31 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ગાયકવાડે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઋતુરાજ સિવાય ડેવોન કોનવેએ 29 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. ગાયકવાડ અને કોનવેએ પ્રથમ વિકેટ માટે 9.1 ઓવરમાં 110 રનની ભાગીદારી નોંધાવી હતી.

મોઈન અલી 19 રન બનાવીને રમતમાં

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 164 રન બનાવી લીઘા છે. મોઈન અલી 19 રન બનાવીને રમતમાં છે. 

ઋતુરાજ ગાયકવાડ આઉટ

ચેન્નાઈની ઈનિંગની 10 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે એક વિકેટ પર 114 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ 31 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ગાયકવાડના આઉટ થયા બાદ શિવમ દુબે ક્રિઝ પર આવ્યો. 

ચેન્નાઈનો સ્કોર 5 ઓવરમાં 50 રનને પાર

ચેન્નાઈ સુપર કિંગ્સે મેચમાં શાનદાર શરૂઆત કરતા 5 ઓવરમાં 60 રન બનાવી લીધા છે.  ઋતુરાજ ગાયકવાડ 18 બોલમાં 40 રન બનાવી રમતમાં છે. ડેવોન કોનવે પણ મેદાન પર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ - ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની (CWK), મિચેલ સેન્ટનર, દીપક ચહર, રાજવર્ધન હંગરેકર.

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ - કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન (વિકેટકીપર), આયુષ બદોની, માર્ક વુડ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન.

લખનૌએ ટોસ જીતી પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ હાર્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

બ્રેકગ્રાઉન્ડ

IPL 2023, Match 6, CSK vs LSG: આજે IPL 2023માં ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કેએલ રાહુલની લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો છે.   થોડા સમયમાં આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત સામે પ્રથમ મેચ હાર્યા બાદ ચેન્નાઈ આ મેચ દ્વારા ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવવા ઈચ્છશે. આ સાથે જ લખનૌની નજર પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા પર રહેશે.


ચેન્નાઈ વિ લખનૌ હેડ ટુ હેડ


ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આઈપીએલમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમાઈ છે. આ મેચ છેલ્લી સિઝન એટલે કે IPL 2022માં રમાઈ હતી. આ મેચમાં કેએલ રાહુલની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું.


પિચ રિપોર્ટ


લખનઉ અને ચેન્નાઈ વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. તાજેતરમાં આ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ હતી, જેમાં સ્પિનરોનો દબદબો રહ્યો હતો. મેચમાં 18 વિકેટોમાંથી 11 વિકેટ સ્પિનરોના નામે હતી. આવી સ્થિતિમાં આ પીચ સ્પિનરો માટે મદદગાર સાબિત થઈ શકે છે. બીજી તરફ આઈપીએલ મેચોની દૃષ્ટિએ આ સ્ટેડિયમ બેટ્સમેનો માટે ખૂબ જ મદદરૂપ રહ્યું છે. હાઈ સ્કોરિંગ મેચો અહીં વારંવાર જોવા મળે છે. અહીં પ્રથમ બેટિંગ કરનારી ટીમોની જીતની ટકાવારી સારી છે.


 


 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.