નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા વધુ એક મોટી મુશ્કેલીમાં ફસાયો છે. હાર્દિક પંડ્યાની 5 કરોડની બે ઘડિયાળો કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. તેની પાસે આ ઘડિયાળના ઈનવોઈસ નહોતા અને આ ઘડિયાળનું ડિક્લેરેશન પણ નહોતું કર્યું. આઈસીસી ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ ટીમ ઈન્ડિયા પરત ફરી છે. ટીમની સાથે હાર્દિક પંડ્યા પણ રવિવારે મોડી રાતે સ્વદેશ પરત ફર્યો હતો. તેને કસ્ટમ વિભાગે અટકાવ્યો હતો અને બે ઘડિયાળ ડિટેન કરી છે. આ ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયા છે. ખાસ વાત છે કે હાર્દિક પંડ્યા પાસેથી જે અલ્ટ્ર્રા-રેર ઘડિયાળ જપ્ત કરવામા આવી છે, જે દુનિયાના અતિ ધનિક ગણાતા લોકો જ પહેરે છે, મોટા મોટા ઉદ્યોગપતિઓ અને એક્ટરો પાસે અલ્ટ્ર્રા-રેર ઘડિયાળ હોય છે. 






આઈસીસી ટી20 વર્લ્ડકપમાં હાર્કિદ પંડ્યા ફ્લોપ સાબિત થયો હતો. તેની ગણતરી શાનદાર ઓલરાઉન્ડરમાં થાય છે. પરંતુ ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરી શક્યો નહોતો. ટી20 વર્લ્ડકપની 3 ઈનિંગમાં તેણે માત્ર 69 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામે તે ફ્લોપ સાબિત થયો હતો.






બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટી-20 સીરિઝમાં 16 સભ્યોની ટીમમાં સમાવેશ કરાયો નથી. આઈપીએલમાં શાનદાર દેખાવ કરનારા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે. વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહષ શમીને આરામ આપવામાં આવ્યો છે. વેંકટેસ અય્યર, હર્ષલ પટેલ અને આવેશ ખાનને ટીમમાં સામેલ કરાયા છે. આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડને પણ મોકો મળ્યો છે.






ICCની ટી20 વર્લ્ડકપની બેસ્ટ ટીમ જાહેર, એકપણ ભારતીયને ના મળ્યુ સ્થાન, આ પાકિસ્તાની બન્યો કેપ્ટન, જાણો કોણે સિલેક્ટ કર્યા ખેલાડીઓ.......


ટી20 વર્લ્ડકપનુ સમાપન થઇ ગયુ છે, 45 મેચ સુધી ચાલેલા આ જંગમાં ઓસ્ટ્રેલિયા મોટુ વિજેત બનાનીને સામે આવ્યુ છે. ટી20 ફોર્મેટમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાના હાથે સૌથી મોટો ખિતાબ લાગ્યો છે, 14 વર્ષના વનવાસ બાદ ઓસ્ટ્રેલિયા વિશ્વ ચેમ્પિયન બન્યુ છે. વર્લ્ડકપ ફાઇનલ જીત્યા બાદ આખી ટીમે જબરદસ્ત રીતે જશ્ન મનાવ્યો અને તેની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. હવે આઇસીસીએ ટી20 વર્લ્ડકપની બેસ્ટ પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે, જેમાં પાકિસ્તાનના બાબર આઝમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 


પ્લેઇંગ ઇલેવન ઉપરાંત એક 12મો ખેલાડી પણ પસંદ કરવામાં આવ્યો છે. ખાસ વાત છે કે આમાં એકપણ ભારતીય ખેલાડી સામેલ નથી. આઇસીસીની મૉસ્ટ વેલ્યૂએબલ ટીમમાં કયા કયા ખેલાડીઓ છે જુઓ..............  


આઇસીસીની બેસ્ટ ટીમ (બેટિંગ ઓર્ડર અનુસાર)
1. ડેવિડ વૉર્નર (ઓસ્ટ્રેલિયા) – 289 રન, 48.16 એવરેજ
2. જૉસ બટલર (વિકેટકીપર, ઇંગ્લેન્ડ) - 269 રન, 89.66 એવરેજ. 5 આઉટ પણ.
3. બાબર આઝમ, કેપ્ટન (પાકિસ્તાન) - 303 રન, 60.60 એવરેજ 
4. ચરિથ અસલન્કા (શ્રીલંકા) - 231 રન, 46.20 એવરેજ
5. એડમ માર્કરમ (સાઉથ આફ્રિકા) - 162 રન, 54.00 એવરેજ
6. મોઇન અલી (ઇંગ્લેન્ડ) - 92 રન, 7 વિકેટ
7. વી. હસરંગા (શ્રીલંકા) - 16 વિકેટ, 9.75 એવરેજ
8. એડમ ઝામ્પા (ઓસ્ટ્રેલિયા) - 13 વિકેટ, 12.07 એવરેજ
9. જૉશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા) - 11 વિકેટ, 15.90 એવરેજ
10. ટ્રેન્ટ બૉલ્ટ (ન્યૂઝીલેન્ડ) - 13 વિકેટ, 13.30 એવરેજ
11. એનરિક નોર્ખિયા (સાઉથ આફ્રિકા) - 9 વિકેટ, 11.55 એવરેજ
12 મો ખેલાડી - શાહીન આફ્રિદી (પાકિસ્તાન) - 7 વિકેટ, 24.14 એવરેજ 


ઉલ્લેખનીય છે કે, આઇસીસીની એક સિલેક્શન પેનલે આઇસીસીની આ ટીમને પસંદ કરી છે, આમાં ઇયૉન બિશપ (કન્વિનર), એ.જર્મેનૉસ, શેન વૉટસન, એલ બૂથ, શાહિદ હાશમી સહિતના એક્સપર્ટ્સ હતા.