Suryakumar Yadav Team India: ભારતના ચમત્કારિક અને ધાકડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવના ફેન્સ દિવસે દિવસે વધી રહ્યાં છે. હવે આ લિસ્ટમાં દક્ષિણ આફ્રિકાનો સ્ટાર બૉલર ડેલ સ્ટેન પણ સામેલ થઇ ગયો છે. ડેલ સ્ટેનનુ માનવુ છે કે સૂર્યકુમાર ખરેખરમાં ખતરનાક બેટ્સમેન છે, અને તેનો રમતો જોવુ મને એબી ડિવિલિયર્સની યાદ અપાવી દે છે. 


ડેલ સ્ટેને સૂર્યકુમારના પ્રસંશા કરતા કહ્યું કે, સૂર્યકુમારનુ જબરદસ્ત ફોર્મ ભારત માટે ખુબ સારો સંકેત છે, ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપ 2022 અભિયાનમાં ખુબ કામ આવશે. સૂર્યકુમાર આજકાલ ખુબ સારા ફોર્મમાં છે અને ભારતે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમોને ટી20 સીરીઝમાં માત આપી છે. 


ડેલ સ્ટેને સ્ટાર સ્પોર્ટ્સના શૉ ક્રિકેટ લાઇવમાં કહ્યું- સૂર્યકુમાર એવો ખેલાડી છે,જે બૉલની સ્પીડનો ઉપયોગ કરવાનો પસંદ કરે છે. પર્થ, મેલબૉર્ન જેવી પીચો પર વધારે ઉછાળો આવે છે, જેનો તે ફાયદો ઉઠાવી શકે છે. તમે ફાઇન લેગ, સ્ટમ્પની પાછળ અને મેદાન પર બૉલને ગમે ત્યાં ફટકારી શકો છો. તમે બેકફૂટ પર પણ શૉટ રમી શકો છો. સૂર્યકુમાર કેટલાય અદભૂત બેકફૂટ અને ફ્રન્ટ ફૂટ કવર ડ્રાઇવ રમ્યા છે. 


સ્ટેને સૂર્યકુમારને ડિવિલિયર્સની જેમ 360 ડિગ્રી ખેલાડી બતાવ્યો છે, તેને કહ્યું - તે એક ઓલરાઉન્ડર ખેલાડી છે. ઓસ્ટ્રેલિયામાં પીચો સારી છે અને બેટ્સમેનો માટે મદદરૂપ છે. તમે બૉલની સ્પીડનો ઉપયોગ કરી શકો છે. તે એક શાનદાર 360 ડિગ્રી ખેલાડી છે, જે મને એબી ડિવિલિયર્સની યાદ અપાવે છે. તે જે ફોર્મમાં રમી રહ્યો છે, તે તેના માટે વર્લ્ડકપ માટે એક મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.  


સ્ટેને શ્રેયસ અય્યરની પણ પ્રસંશા કરી તેને દક્ષિણ આફ્રિકાના ખેલાડી જેને બીજી વનડેમાં વિજયી સદી ફટકારી હતી. 


 


Watch: T20 વર્લ્ડ કપ માટે તૈયાર છે સૂર્યકુમાર યાદવ, વીડિયોમાં જણાવ્યો 'સ્પેશ્યલ પ્લાન'


સૂર્યકુમાર યાદવે ફોટો શેર કર્યો


પર્થમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે 2 વોર્મ-અપ મેચ રમ્યા બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે વોર્મ-અપ મેચ રમશે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 17 ઓક્ટોબરે પ્રેક્ટિસ મેચ રમશે જ્યારે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે 19 ઓક્ટોબરે વોર્મ-અપ મેચ રમશે. તે જ સમયે, ભારતીય ટીમ હાલમાં પર્થમાં પ્રેક્ટિસ કરી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત અર્શદીપ સિંહ અને સૂર્યકુમાર યાદવે પર્થ પહોંચવાનો ફોટો શેર કર્યો છે.




T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમ


રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (wk), દિનેશ કાર્તિક (wk), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપસિંહ.