Danish Kaneria Shahid Adridi Convert:  પાકિસ્તાન ટીમ માટે રમનાર છેલ્લા હિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયા (Danish Kaneria Relegion) હેડલાઈન્સમાં છે. તેમણે તાજેતરમાં અમેરિકામાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે પાકિસ્તાનમાં થયેલા ભેદભાવ વિશે વાત કરી હતી. આ પહેલા તેમણે પાકિસ્તાન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પર આરોપો લગાવ્યા હતા. કનેરિયાએ કહ્યું કે આફ્રિદીએ તેમને ઘણી વાર ધર્મ પરિવર્તન કરવા કહ્યું હતું. તમને જણાવી દઈએ કે અનિલ દલપત (Pakistan First Hindu Cricketer)પછી, દાનિશ કનેરિયા પાકિસ્તાન રાષ્ટ્રીય ટીમ માટે ક્રિકેટ રમનાર બીજા હિન્દુ ક્રિકેટર છે.


 






પાકિસ્તાનમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો


અમેરિકાના વોશિંગ્ટનમાં એક કાર્યક્રમમાં ANI સાથે વાત કરતા દાનિશ કનેરિયાએ કહ્યું કે પાકિસ્તાનમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. તેને ટીમના અન્ય લોકો અને ખેલાડીઓ જેટલો આદર આપવામાં આવ્યો ન હતો અને તેની કારકિર્દી બરબાદ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.


શાહિદ આફ્રિદીએ ધર્મ પરિવર્તન કરવા કહ્યું
આ પહેલી વાર નથી જ્યારે દાનિશ કનેરિયાએ તેમના પર થયેલા ભેદભાવ વિશે વાત કરી હોય. તેમણે 2023 માં એક મીડિયા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, "હું મારી કારકિર્દીમાં સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને કાઉન્ટી ક્રિકેટ પણ રમી રહ્યો હતો. ઇન્ઝમામ-ઉલ-હક મને ટેકો આપી રહ્યો હતો અને તે ટીમનો એકમાત્ર કેપ્ટન હતો જેણે આવું કર્યું. તેમની સાથે શોએબ અખ્તર પણ મને ટેકો આપી રહ્યો હતો."


શાહિદ આફ્રિદી અને બીજા ઘણા પાકિસ્તાની ક્રિકેટરોએ મને ખૂબ હેરાન કર્યો


દાનિશ કનેરિયાએ શાહિદ આફ્રિદી પર આરોપ લગાવતા કહ્યું, "શાહિદ આફ્રિદી અને બીજા ઘણા પાકિસ્તાની ક્રિકેટરોએ મને ખૂબ હેરાન કર્યો. તેઓ મારી સાથે બેસીને જમતા નહોતા. શાહિદ આફ્રિદીએ મને ઘણી વાર મારો ધર્મ બદલવા કહ્યું હતું. ઇન્ઝમામ-ઉલ-હક ક્યારેય આવી વાત કરતો નહોતો." દાનિશ કનેરિયા પર 2012માં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. જે બાદ તેના પર આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે દાનિશ કનેરિયાના આરોપ બાદ ચકચાર મચી જવા પામી છે. લોકો આ અંગે સોશિયલ મીડિયા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.