David Warner Play for Champions Trophy 2025: ડેવિડ વૉર્નર ઓસ્ટ્રેલિયન ક્રિકેટના સફળ ક્રિકેટરોમાંથી એક છે. વૉર્નરે જાન્યુઆરીમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પહેલા તેણે એમ પણ કહ્યું હતું કે ODI વર્લ્ડકપ 2023 તેની છેલ્લી 50 ઓવરની મેચ હશે. સુપર-8 રમીને ઓસ્ટ્રેલિયાના T20 વર્લ્ડકપ 2024માંથી બહાર થયા બાદ ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા છે. જ્યાં ડેવિડ વોર્નરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમવાના સંકેત આપ્યા છે, એટલે કે ડેવિડ વૉર્નરે ચેમ્પિયન્સ ટ્રૉફી રમવાની ઇચ્છ વ્યક્ત કરી છે. 


ડેવિડ વૉર્નરે પોતાના ઇન્સ્ટાગ્રામ પૉસ્ટથી ચોંકાવ્યા 
તાજેતરમાં, ડેવિડ વોર્નરે તેની કારકિર્દીને યાદ કરીને ઇન્સ્ટાગ્રામ પર લખેલી એક પોસ્ટમાં ફરી એકવાર ચેમ્પિયન્સ ટ્રોફીનો ઉલ્લેખ કર્યો છે, જે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચ 2025માં પાકિસ્તાનમાં રમાશે.


પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ડેવિડ વોર્નરે લખ્યું - "લાંબા સમયથી સર્વોચ્ચ સ્તર પર રમવું મારા માટે અવિશ્વસનીય અનુભવ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા મારી ટીમ હતી. મારી મોટાભાગની કારકિર્દી આંતરરાષ્ટ્રીય સ્તર પર રહી છે. તે મારા માટે સન્માનની વાત હતી. આ તમામ ફોર્મેટમાં 100થી વધુ મેચ રમવી એ મારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે.


આ પછી તેણે લખ્યું- "હું થોડા સમય માટે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ, અને જો પસંદ કરવામાં આવશે તો હું ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા માટે રમવા માટે પણ તૈયાર છું."






રિટાયરમેન્ટમાંથી બ્રેક લેશે ડેવિડ વૉર્નર ? 
આની શક્યતા ઘણી ઓછી છે કારણ કે ડેવિડ વોર્નર ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયા માટે કોઈ મેચ રમી શકશે નહીં. ઓસ્ટ્રેલિયા સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે જ્યાં તેને વનડે સીરીઝ રમવાની છે. આ પછી નવેમ્બરમાં પાકિસ્તાનનો પ્રવાસ છે જ્યાં જેક ફ્રેઝર-મેકગર્ક, જેને વોર્નર પોતાનો અનુગામી માને છે, તેમને ઓપનિંગ કરવાની તક મળી શકે છે.


વોર્નરે 45.30ની એવરેજ અને 22 સદી સાથે 6932 રન સાથે પોતાની ODI કારકિર્દીનો અંત કર્યો. આ આંકડો રિકી પોન્ટિંગ પછી બીજો સર્વશ્રેષ્ઠ છે.


 






-