Most Fifties In IPL: ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સૌથી વધુ 50+ સ્કોર બનાવનાર ખેલાડી છે. તેણે IPLની 150 મેચોમાં 54 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. વોર્નરના નામે IPLમાં 50 અડધી સદી અને 4 સદી છે. તેણે 41.59ની એવરેજથી 5449 રન બનાવ્યા છે.


બીજા નંબર પર વિરાટ કોહલી (Virat kohli)


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ મામલે બીજા નંબર પર છે. તેણે 207 IPL મેચોમાં 47 વખત 50+ સ્કોર બનાવ્યા છે. જેમાં 42 અડધી સદી અને 5 સદી સામેલ છે. IPLમાં કોહલીના નામે 6283 રન છે. તેણે આ રન 37.39ની એવરેજથી બનાવ્યા છે. IPLમાં કોહલીનો સ્ટ્રાઈક રેટ 129.94 રહ્યો છે.


શિખર ધવન નંબર 3 (Shikhar Dhawan)


શિખર ધવને IPLમાં 46 વખત 50+ સ્કોર બનાવ્યા છે. જેમાં 44 અર્ધસદી અને 2 સદી સામેલ છે. ધવને 192 મેચમાં 34.84ની એવરેજથી 5784 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 126.64 હતો.


એબી ડી વિલિયર્સ ચોથા નંબર પર છે (ab de villiers)


હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેનાર એબી ડી વિલિયર્સ આ યાદીમાં ચોથા સ્થાને છે. તેણે 184 IPL મેચોમાં 43 વખત 50 રનનો આંકડો પાર કર્યો છે. જેમાં 40 અર્ધસદી અને 3 સદી સામેલ છે. ડી વિલિયર્સે IPLમાં 39.70ની એવરેજથી 5162 રન બનાવ્યા છે.


ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન ટોપ-5માં સામેલ છે (Rohit Sharma)


IPLમાં સૌથી વધુ 50+ સ્કોરની આ યાદીમાં સીમિત ઓવરોમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવેલ રોહિત શર્મા પાંચમા નંબર પર છે. તેણે અત્યાર સુધી 213 મેચમાં 41 વખત 50+ રન બનાવ્યા છે. જેમાં 40 અર્ધસદી અને 1 સદી સામેલ છે. રોહિત શર્માએ 31.17ની એવરેજથી 5611 રન બનાવ્યા છે.