DC vs GT: ગુજરાત ટાઈટન્સે 6 વિકેટથી જીતી મેચ, સાઈ સુદર્શનની શાનદાર ઈનિંગ

IPL 2023માં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી  પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

gujarati.abplive.com Last Updated: 04 Apr 2023 11:29 PM
ગુજરાતની જીત

ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને તેના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં હરાવ્યું હતું. યુવા બેટ્સમેન સાઈ સુદર્શને અણનમ અડધી સદી ફટકારીને ગુજરાતે છ વિકેટે મેચ જીતી લીધી હતી. આ સિઝનમાં ગુજરાતની સતત બીજી જીત છે. તેણે છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. દિલ્હી કેપિટલ્સની આ બીજી હાર છે. દિલ્હીને છેલ્લી મેચમાં લખનૌ સુપરજાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચમાં ખૂબ જ રોમાંચક મુકાબલો જોવા મળી રહ્યો છે

મેચમાં ખૂબ જ રોમાંચક મુકાબલો જોવા મળી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમને 26 બોલમાં જીતવા માટે 37 રનની જરુર છે. સાઈ સુદર્શન 47 રન બનાવી રમતમાં છે. 

ગુજરાતને ત્રીજો  ફટકો લાગ્યો

ગુજરાત ટાઇટન્સને ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યા 8 રન બનાવી આઉટ થયો છે. ગુજરાત ટાઈટન્સની ટીમે 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 54 રન બનાવી લીધા છે. 

ગુજરાતને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ

મેચમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં આઠ વિકેટે 162 રન બનાવ્યા હતા. ગુજરાતને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ મળ્યો છે.

ડેવિડ વોર્નર 37 રન બનાવી આઉટ

ડેવિડ વોર્નર 37 રન બનાવી આઉટ થયો છે. દિલ્હીની ટીમે 8.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 67 રન બનાવી લીધા છે. 

ગુજરાતને પ્રથમ સફળતા મળી

મોહમ્મદ શમીએ ગુજરાત ટાઇટન્સને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે ત્રીજી ઓવરના ચોથા બોલ પર પૃથ્વી શૉને આઉટ કર્યો. પૃથ્વી પાંચ બોલમાં સાત રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

દિલ્હી કેપિટલ્સની બેટિંગ શરૂ

ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કેપિટલ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. કેપ્ટન ડેવિડ વોર્નર અને પૃથ્વી શો ક્રીઝ પર છે. ગુજરાત માટે મોહમ્મદ શમીએ બોલિંગની શરૂઆત કરી છે.

ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ ઇલેવન

ગુજરાત ટાઇટન્સ - શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (wk), સાઇ સુદર્શન, હાર્દિક પંડ્યા (c), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, જોશુઆ લિટલ, યશ દયાલ અને અલઝારી જોસેફ.

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ - પૃથ્વી શો, ડેવિડ વોર્નર (કેપ્ટન), મિશેલ માર્શ, સરફરાઝ ખાન, રીલી રોસો, અભિષેક પોરેલ (વિકેટકીપર), અમન ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોરખિયા, મુકેશ કુમાર.

હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો

ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી કેપિટલ્સની ટીમ પ્રથમ બેટિંગ કરશે. દિલ્હી કેપિટલ્સે બે ફેરફાર કર્યા છે. રોવમેન પોવેલ આજની મેચ રમી રહ્યો નથી.

બ્રેકગ્રાઉન્ડ

Delhi Capitals vs Gujarat Titans : IPL 2023માં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો છે. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી  પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.  બંને ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. લખનઉ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ મેચ હાર્યા બાદ આજે ડેવિડ વોર્નરની ટીમ વળતો પ્રહાર કરવા પ્રયાસ કરશે. વળી, સામે હાર્દિક પંડ્યાની ટીમ, જેને પોતાની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યુ હતુ, તે ફૂલ આત્મવિશ્વાસમાં છે. ગુજરાત પોતાના વિજયી અભિયાનને ચાલુ રાખવા માંગે છે. ખાસ વાત છે કે, IPLની મેચ ત્રણ વર્ષ બાદ પહેલીવાર દિલ્હીમાં રમાશે.


ગુજરાતનો આત્મવિશ્વાસ શાનદાર - 


ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં અત્યારે ગુજરાત ટાઇટન્સની ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 31 માર્ચે રમાયેલી IPL 2023ની ઓપનિંગ મેચમાં તેને ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. CSKની ટીમ આ મેચ 171 રન બનાવ્યા છતાં, હારી ગયુ હતુ. ચેન્નાઈ સામેની મેચમાં શુભમન ગીલ અને રાશિદ ખાને અદભૂત પ્રદર્શન કર્યું હતું. શુભમને બેટિંગમાં અડધી સદી ફટકારી હતી, તો રાશિદ ખાન સારી બૉલિંગ કરવામાં સફળ રહ્યો હતો. CSK સામેની જીત બાદ ગુજરાત ટાઇટન્સના ઉત્સાહમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં દિલ્હીની ટીમે સાવધાન રહેવું પડશે. કારણ કે ગુજરાત સામે દિલ્હીનો રેકોર્ડ સારો નથી.


DC vs GT હેડ ટૂ હેડ રેકોર્ડ - 


હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાત ટાઇટન્સ ટીમનો IPLમાં બહુ જુની નથી. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022માં ગુજરાત ટાઇટન્સે એન્ટ્રી મારી હતી. આ ટીમ પહેલા જ વર્ષમાં ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. IPLના આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાત વિરુદ્ધ દિલ્હીનો રેકોર્ડ કંઇક ખાસ સારો રહ્યો નથી. આઈપીએલમાં આ બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ છે. IPL 2022માં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું, એટલા માટે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધની મેચમાં હાર્દિક પંડ્યાની ટીમ ગુજરાત ટાઇટન્સ મનોવૈજ્ઞાનિક રીતે ભારે પડી શકે છે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.