DC vs GG Live Score: દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 10 વિકેટથી હરાવ્યું, શેફાલી વર્માએ 28 બોલમાં ફટકાર્યા 76 રન

ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે

gujarati.abplive.com Last Updated: 11 Mar 2023 09:57 PM

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના કેપ્ટન સ્નેહ રાણાએ જણાવ્યું હતું કે ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. Laura Wolvaardt અને જ્યોર્જિયાને...More

દિલ્હી કેપિટલ્સનો ભવ્ય વિજય

વુમન્સ ક્રિકેટ લીગ 2023 ની નવમી મેચ નવી મુંબઈના DY પાટિલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીની બોલિંગ સામે ગુજરાતના એક પણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યા નહીં. આ ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 105 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી કૈપે પાંચ વિકેટ ઝડપી હતી.


દિલ્હી પાસે જીતવા માટે 106 રનનો આસાન ટાર્ગેટ હતો, જેને શેફાલી વર્મા અને મેગ લેનિંગે બેટિંગ કરતા આરામથી હાંસલ કર્યો હતો અને ગુજરાતને 10 વિકેટથી હરાવ્યું હતું. દિલ્હીએ 7.1 ઓવરમાં વિના વિકેટે 107 રન બનાવીને મેચ જીતી લીધી હતી. શેફાલી વર્માએ 28 બોલમાં 5 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી અણનમ 76 રન બનાવ્યા હતા જ્યારે લેનિંગે અણનમ 21 રન બનાવ્યા હતા.