DC vs RR: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવી પ્લે ઓફની આશા જીવંત રાખી

DC vs RR IPL 2024: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું છે. ટીમે આ જીત સાથે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. ટોસ હાર્યા બાદ દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

Continues below advertisement

DC vs RR IPL 2024: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું છે. ટીમે આ જીત સાથે પોતાની પ્લેઓફની આશા જીવંત રાખી છે. ટોસ હાર્યા બાદ દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 221 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. દિલ્હી તરફથી જેક ફ્રેઝર મેકગર્કે 50 અને અભિષેક પોરેલે તોફાની રીતે 65 રન બનાવ્યા હતા. રાજસ્થાન જ્યારે ટાર્ગેટનો પીછો કરવા ઉતર્યો ત્યારે યશસ્વી જયસ્વાલે દાવના બીજા જ બોલ પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. જયસ્વાલે 4 રન અને જોસ બટલરે 19 રનનું યોગદાન આપ્યું હતું. રાજસ્થાન તરફથી કેપ્ટન સંજુ સેમસને સૌથી વધુ 86 રન બનાવ્યા હતા. 

Continues below advertisement

 

222 રનના મોટા ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે પાવરપ્લે ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 67 રન બનાવ્યા હતા. આગામી ઓવરોમાં રનની ગતિ ઝડપથી વધી હતી કારણ કે રિયાન પરાગ પણ તોફાની શૈલીમાં બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન 11મી ઓવરમાં પરાગ 27 રનના સ્કોર પર આઉટ થયો હતો. આ ઇનિંગ દરમિયાન તેણે 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. તે પછી શુભમ દુબે એક છેડેથી અડગ રહ્યો, જ્યારે સંજુ સેમસન સતત બોલરોની ધોલાઈ કરવામાં વ્યસ્ત હતો. પરંતુ સંજુના આઉટ થયા બાદ રાજસ્થાનની ટીમ વાપસી કરી શકી નહીં.

રાજસ્થાન તરફથી સેમસને 86 રનની ઇનિંગ રમી

દિલ્હી દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન જ બનાવી શકી હતી. સેમસન 86 રન બનાવીને આઉટ થયો હતો. બટલર 19 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી 4 રન બનાવીને આઉટ થયો હતો. રિયાન પરાગે 27 રનનું યોગદાન આપ્યું હતું. શુભમન દુબેએ 25 રનનું યોગદાન આપ્યું હતું. રોવમેન પોવેલ 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

રાજસ્થાનની ઇનિંગ દરમિયાન દિલ્હી તરફથી ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલ અને રસિક ડારને 1-1 વિકેટ મળી હતી.

દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન
જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, ગુલબદિન નાયબ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.

રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (વિકેટકીપર/કેપ્ટન), રિયન પરાગ, ડોનોવન ફરેરા, રોવમેન પોવેલ, શુભમ દુબે, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ.

Continues below advertisement
Sponsored Links by Taboola