નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન અંતિમ તબક્કામાં પહોંચી છે, છતાં હજુ સુધી પ્લેઓફ માટે ટીમો નક્કી થઇ શકી નથી. મોટાભાગની ટીમોએ પોતાની મોટાભાગની મેચો રમી લીધી છે. આઇપીએલ હવે વધુમાં વધુ રોમાંચક બની રહી છે. જોકે આ બધાની વચ્ચે શનિવારની મેચ મોટો મુકાબલો બની શકે છે, કેમકે શનિવારે દિલ્હી કેપિટલ્સ મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ટકરાશે.


ખાસ વાત છે ગુરુવારે રમાયેલી મેચમાં ચેન્નાઇએ કોલકત્તાને હરાવતા જ મુંબઇ ઇન્ડિયન્સે પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે, જ્યારે શનિવારની મેચમાં પ્લેઓફ માટે દિલ્હીને જીત જરૂરી છે. શનિવારે બે મેચો છે, પહેલી મેચ દિલ્હી અને મુંબઇ વચ્ચે અને બીજી મેચ હૈદરાબાદ અને બેંગ્લૉર વચ્ચે છે.

દિલ્હી માટે જીત જરૂરી
દિલ્હી-મુંબઇની વચ્ચે રમાનારી મેચ મહત્વની છે. હાલના સમયે દિલ્હીની ટીમ પાસે 14 પૉઇન્ટ છે, તો વળી મુંબઇએ પ્લેઓફમાં પોતાનુ સ્થાન નક્કી કરી લીધુ છે. દિલ્હીને હરહાલમાં જીત મેળવવી જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લી મેચમાં દિલ્હીની ટીમને હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બીજીબાજુ મુંબઇની ટીમ ગઇ મેચમા બેંગ્લૉરને હરાવીને પૉઇન્ટ ટેબલમાં નંબર વનનુ સ્થાન મેળવી ચૂકી છે.