બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે નિધન થયું. અભિનેતા ઘણા દિવસોથી ઘરે સારવાર લઈ રહ્યા હતા. તેમને થોડા દિવસો પહેલા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સની દેઓલે પિતાને મુખાગ્નિ આપી હતી. બોલિવૂડના હીમેનના પંચ તત્વમાં વિલિન થઇ ગયા હતા.
ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર દેઓલને શ્રદ્ધાંજલિ આપી. ધર્મેન્દ્રની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાજુક હતી. થોડા દિવસો પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં સુધારો થયો હતો અને તેમને રજા આપવામાં આવી હતી.
ધર્મેન્દ્રના નિધન પર ધવનની ભાવુક પોસ્ટ
પૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને એક્સ પર ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું, "તમે માત્ર કદમાં જ નહીં, પરંતુ સ્વભાવથી પણ ખૂબજ મોટા હતા. ધર્મેન્દ્રજી, અમને શક્તિ બતાવવા બદલ આભાર, ઓમ શાંતિ."
સલમાન ખાન સહિત ઘણા જાણીતા બોલિવૂડ સ્ટાર્સ સ્વર્ગસ્થ ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. અહેવાલો અનુસાર, ધર્મેન્દ્રના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના પવન હંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા.
તેમના 90મા જન્મદિવસના 15 દિવસ પહેલા મૃત્યુ
અભિનેતા ધર્મેન્દ્ર દેઓલે 8 ડિસેમ્બરે તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હોત. એવા અહેવાલ હતા કે હેમા માલિની, તેમના પુત્રો અને પુત્રીઓ સ્વર્ગસ્થ અભિનેતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવાની તૈયારી કરી રહ્યા હતા. જોકે, તેમનું તેમના જન્મદિવસના 15 દિવસ પહેલા જ અવસાન થયું.
થોડા દિવસો પહેલા, ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને બે દિવસથી વેન્ટિલેટર પર હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેના પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એ નોંધવું જોઈએ કે ધર્મેન્દ્રનું સાચું નામ કૃષ્ણ દેઓલ હતું, પરંતુ તેઓ ફક્ત ધર્મેન્દ્ર તરીકે ઓળખાય છે. તેમનું પૈતૃક ગામ લુધિયાણાના પખોવાલ રાયકોટની પાસે ડાંગો છે. ધર્મેન્દ્રના પહેલા લગ્ન 1954 માં 19 વર્ષની ઉંમરે પ્રકાશ કૌર સાથે થયા હતા. ફિલ્મોમાં પ્રવેશ કર્યા પછી તેમણે હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા હતા.