આજથી આઈપીએલની 13મી સીઝનની શરૂઆત મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચેની મેચથી થશે. વિતેલા વર્ષે ફાઈનલમાં એકબીજા વિરૂદ્ધ ટકરાનાર ધોની અને રોહિત શર્મા ફરીથી એક બીજા સામે હશે. તેની સાથે જ 15 મહિના પછી ધોની ક્રિકેટના મેદાન પર વાપસી કરી રહ્યા છે. ધોનીએ આ પહેલા છેલ્લે ગયા વર્ષે જુલાઈમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમી હતી. વિતેલા મગને 15 ઓગસ્ટના રોજ બધાને ચોંકાવતા ધોનીએ ઇન્ટરનેસનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. વિતેલા એક વર્ષમાં ધોનીની નિવૃત્તિને લઈને અનેક અટકળો સામે આવી હતી, પરંતુ સ્ટાર બેટ્સમેને ક્યારેય તેને લઈને પ્રતિક્રિયા આપી ન હતી. જોકે ધોના3ના ઇરાદા જોઈને લાગતું હતું કે તે આ સીઝન બાદ પણ આઈપીએલમાં રમવાનું ચાલુ રાખી શકે છે. સીએસકેના મેનેજમેન્ટનું કહેવું છે કે ધોની ઓછામાં ઓછા સીએસકે માટે બે સીઝન હજુ રમશે. કોવિડ 19ને કારણે થયો વિલંબ કોરોના વાયરસને કારણે પણ ધોનીના મેદાન પર વાપસીમાં વિલંબ થયો છે. ધોનીએ માર્ચની શરૂઆતમાં જ આઈપીએલની તૈયારી શરૂ કરી દીધી છે અને તે સીએસકેના કેમ્પ સાથે પ્રેક્ટિસ કરવા પહોંચ્યો હતો. પરંતુ લોકડાઉનને કારણે જ્યારે પ્રેક્ટિસ કેમ્પ રદ્દ થયો તો ધોની પરત પોતાના ઘરે ગયો. પૂરા લોકડાઉન દરમિયાન સોશિયલ મીડિયા પર ધોનીની તસવીરો ખૂબ વાયરલ થઈ. આઈપીએલના સૌથી સફળ કેપ્ટન છે ધોની મહેન્દ્ર સિંહ ધોની ઇન્ડિયન પ્રીમિયર લાગના સૌથી સફળ કેપ્ટન છે. ધોનીની આગેવાનીમાં સીએસકેએ ત્રણ વખત ખિતાબ પર કબ્જો કર્યો છે. જ્યારે કુલ 8 વખત ટીમ ફાઈનલમાં સ્થાન બનાવવામાં સફળ રહી છે. જોકે રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી વધારે ચાર વખત ખિતાબ જીત્યો છે. ધોનીએ આઈપીએલની 174 મેચમાં કેપ્ટનશિપ કરી છે અને તેણે 104 મેચમાં જીત મળી છે. ધોની આઈપીએલમાં 100થી વધારે મેચ જીતનાર એકમાત્ર કેપ્ટન છે.