IND Vs SA: દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ટીમ ઇન્ડિયામાં પરત ફર્યો છે. પ્લેઈંગ 11માં દિનેશ કાર્તિકનું રમવું પણ નક્કી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. જો કે ટીમ ઈન્ડિયામાં દિનેશ કાર્તિકના રોલને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. IPLના પ્રદર્શન પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાને દિનેશ કાર્તિકમાં માત્ર એક ફિનિશર જોવા મળી રહ્યો છે.
દ્રવિડે સ્થિતિ સ્પષ્ટ કરીઃ
ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે દિનેશ કાર્તિકની ભૂમિકા પર સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. દ્રવિડે કહ્યું, “દિનેશ કાર્તિકની ભૂમિકા સ્પષ્ટ છે. દિનેશ કાર્તિકે IPLમાં પોતાની ટીમ માટે મેચ ફિનિશરની ભૂમિકા ભજવી છે. આ કારણે જ દિનેશ કાર્તિક ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે.
ત્રણ વર્ષ બાદ DK પરત ફર્યોઃ
દિનેશ કાર્તિક ત્રણ વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. દિનેશ કાર્તિક IPL 2020 અને 2021માં પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. પરંતુ આ વર્ષે RCBની ટીમ તરફથી રમતાં દિનેશ કાર્તિકે પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. 37 વર્ષની ઉંમરે દિનેશ કાર્તિકે પણ ટીમ ઈન્ડિયામાં વાપસી કરીને એક નવો દાખલો બેસાડ્યો છે.
કાર્તિક છઠ્ઠા નંબર પર બેટિંગ કરી શકે છેઃ
કારણ કે ઋષભ પંત પણ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીનો ભાગ છે. તેથી ટીમ ઈન્ડિયા દિનેશ કાર્તિકને માત્ર બેટ્સમેન તરીકે પ્લેઈંગ 11માં રમવાની તક આપશે. દિનેશ કાર્તિક નંબર 6 પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. જો દિનેશ કાર્તિક દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં સારું પ્રદર્શન કરે છે તો બેકઅપ વિકેટકીપર અથવા ફિનિશર તરીકે તે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પોતાનો દાવો દાખવી શકે છે.
આ પણ વાંચોઃ
IPL E-Oction: IPL મીડિયા અધિકારોની હરાજીમાં 5 મોટા ખેલાડીઓ સામેલ, BCCIને થશે જંગી નફો