Duleep Trophy: ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેની પસંદગી ઈન્ડિયા-બી ટીમમાં થઈ હતી. હવે તેને રીલિઝ કરી દેવામાં આવ્યો છે.






સિરાજ અને ઉમરાન બીમારીના કારણે પહેલા રાઉન્ડમાંથી બહાર થઈ ગયા છે. સિરાજ ઈન્ડિયા-બી ટીમનો ભાગ હતો. તેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. સિરાજની જગ્યાએ દિલ્હીના નવદીપ સૈનીને ટીમમાં જગ્યા મળી છે. જ્યારે ઈન્ડિયા-સીમાં ઉમરાન મલિકની જગ્યાએ ગૌરવ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેજાની રિપ્લેસમેન્ટની હજુ જાહેરાત કરવામાં આવી નથી.


32 વર્ષીય ગૌરવ મધ્ય પ્રદેશનો છે પરંતુ તે ગત સીઝનમાં પુડુચેરી તરફથી રમ્યો હતો. તેણે રણજી ટ્રોફીમાં 41 વિકેટ લઈને ધૂમ મચાવી હતી. તેણે સાત મેચમાં 14.58ની એવરેજથી આવું કર્યું હતું. જેમાં પાંચ વખત પાંચ વિકેટ ઝડપી હતી. ગૌરવ અત્યાર સુધીમાં કુલ 37 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો છે જેમાં તેણે 141 વિકેટ ઝડપી છે. ગૌરવે 2012માં ફર્સ્ટ ક્લાસમાં પ્રવેશ કર્યો હતો. નીતિશ કુમાર રેડ્ડી અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. દુલીપ ટ્રોફીમાં તેનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર છે. તેણે હાર્નિયાની સર્જરી કરાવી હતી.


વાસ્તવમાં દુલીપ ટ્રોફીનું આયોજન ઝોનલ ફોર્મેટમાં કરવામાં આવતું હતું. આ ટુર્નામેન્ટમાં નોર્થ, સાઉથ, વેસ્ટ, ઇસ્ટ, સેન્ટ્રલ અને નોર્થ-ઇસ્ટ ટીમો રમતી હતી. જોકે, આ વખતે ફોર્મેટ બદલાઈ ગયું છે અને હવે તેને ચાર ટીમોની ટુર્નામેન્ટ બનાવવામાં આવી છે. આ વખતે તે ઈન્ડિયા-એ, ઈન્ડિયા-બી, ઈન્ડિયા-સી, ઈન્ડિયા-ડી ટીમો વચ્ચે યોજાશે. પ્રથમ રાઉન્ડ બેંગલુરુ અને અનંતપુરમાં 5 સપ્ટેમ્બરથી રમાશે. 


ICCએ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારા મહિલા T20 વિશ્વ કપ 2024નું તાજેતરનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટના બહુપ્રતીક્ષિત નવમા સંસ્કરણને બાંગ્લાદેશથી સંયુક્ત આરબ અમીરાત (UAE) ખસેડવામાં આવ્યું છે. ICCએ જણાવ્યું કે તેની મેચો દુબઈ અને શારજાહમાં રમાશે. ગ્રુપ A માં છ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 2020ના રનર અપ ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે મૂકવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન 6 ઓક્ટોબરે દુબઈમાં એકબીજા સામે ટકરાશે.


આ પણ વાંચોઃ


IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે WTC ફાઈનલ રમાશે? જાણો સંપૂર્ણ સમીકરણ