IND vs PAK ICC Women’s T20 World Cup 2024: ICCએ આ વર્ષે ઓક્ટોબરમાં યોજાનારા મહિલા T20 વિશ્વ કપ 2024નું તાજેતરનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટના બહુપ્રતીક્ષિત નવમા સંસ્કરણને બાંગ્લાદેશથી સંયુક્ત આરબ અમીરાત (UAE) ખસેડવામાં આવ્યું છે. ICCએ જણાવ્યું કે તેની મેચો દુબઈ અને શારજાહમાં રમાશે.
ગ્રુપ A માં છ વખતના ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 2020ના રનર અપ ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે મૂકવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન 6 ઓક્ટોબરે દુબઈમાં એકબીજા સામે ટકરાશે.
ગ્રુપ B માં દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડને 2016ના ચેમ્પિયન વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ સાથે મૂકવામાં આવ્યા છે. શ્રીલંકા અને સ્કોટલેન્ડે આ વર્ષની શરૂઆતમાં અબુ ધાબીમાં યોજાયેલી ICC મહિલા T20 વિશ્વ કપ ક્વોલિફાયર ટૂર્નામેન્ટ મારફતે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું હતું.
મહિલા T20 વિશ્વ કપ 2024 ટૂર્નામેન્ટમાં દરેક ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ફાઇનલ મેચ 20 ઓક્ટોબરે દુબઈમાં યોજાશે જ્યારે 17 અને 18 ઓક્ટોબરે સેમિફાઇનલ રમાશે.
સેમિફાઇનલ અને ફાઇનલ બંને માટે રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો છે. જો ભારત સેમિફાઇનલમાં પહોંચે છે, તો તે સેમિફાઇનલ 1માં ભાગ લેશે. કુલ મળીને દુબઈ અને શારજાહમાં બે સ્થળોએ 23 મેચ રમાશે.
મહિલા T20 વિશ્વ કપ 2024નું તાજેતરનું સંપૂર્ણ શેડ્યૂલ
3 ઓક્ટોબર, ગુરુવાર, બાંગ્લાદેશ વિરુદ્ધ સ્કોટલેન્ડ, શારજાહ, બપોરે 2 વાગ્યે
3 ઓક્ટોબર, ગુરુવાર, પાકિસ્તાન વિરુદ્ધ શ્રીલંકા, શારજાહ, સાંજે 6 વાગ્યે
4 ઓક્ટોબર, શુક્રવાર, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, દુબઈ, બપોરે 2 વાગ્યે
4 ઓક્ટોબર, શુક્રવાર, ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, દુબઈ, સાંજે 6 વાગ્યે
5 ઓક્ટોબર, શનિવાર, બાંગ્લાદેશ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, શારજાહ, બપોરે 2 વાગ્યે
5 ઓક્ટોબર, શનિવાર, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રીલંકા, શારજાહ, સાંજે 6 વાગ્યે
6 ઓક્ટોબર, રવિવાર, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, દુબઈ, બપોરે 2 વાગ્યે
6 ઓક્ટોબર, રવિવાર, વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ સ્કોટલેન્ડ, દુબઈ, સાંજે 6 વાગ્યે
7 ઓક્ટોબર, સોમવાર, ઇંગ્લેન્ડ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, શારજાહ, સાંજે 6 વાગ્યે
8 ઓક્ટોબર, મંગળવાર, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, શારજાહ, સાંજે 6 વાગ્યે
9 ઓક્ટોબર, બુધવાર, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સ્કોટલેન્ડ, દુબઈ, બપોરે 2 વાગ્યે
9 ઓક્ટોબર, બુધવાર, ભારત વિરુદ્ધ શ્રીલંકા, દુબઈ, સાંજે 6 વાગ્યે
10 ઓક્ટોબર, ગુરુવાર, બાંગ્લાદેશ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, શારજાહ, સાંજે 6 વાગ્યે
11 ઓક્ટોબર, શુક્રવાર, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાકિસ્તાન, દુબઈ, સાંજે 6 વાગ્યે
12 ઓક્ટોબર, શનિવાર, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, શારજાહ, બપોરે 2 વાગ્યે
12 ઓક્ટોબર, શનિવાર, બાંગ્લાદેશ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, દુબઈ, સાંજે 6 વાગ્યે
13 ઓક્ટોબર, રવિવાર, ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્કોટલેન્ડ, શારજાહ, બપોરે 2 વાગ્યે
13 ઓક્ટોબર, રવિવાર, ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, શારજાહ, સાંજે 6 વાગ્યે
14 ઓક્ટોબર, સોમવાર, પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, દુબઈ, સાંજે 6 વાગ્યે
15 ઓક્ટોબર, મંગળવાર, ઇંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઇન્ડિઝ, દુબઈ, સાંજે 6 વાગ્યે
17 ઓક્ટોબર, ગુરુવાર, સેમિફાઇનલ 1, દુબઈ, સાંજે 6 વાગ્યે
18 ઓક્ટોબર, શુક્રવાર, સેમિફાઇનલ 2, શારજાહ, સાંજે 6 વાગ્યે
20 ઓક્ટોબર, રવિવાર, ફાઇનલ, દુબઈ, સાંજે 6 વાગ્યે
આ પણ વાંચોઃ