IND vs BAN Test Series: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે. પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં દુલીપ ટ્રોફીની મેચો ચાલી રહી છે. ઘણા ખેલાડીઓએ દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ પ્રથમ ટેસ્ટમાં તેઓ ટીમમાં સ્થાન મેળવી શક્યા ન હતા. જો કે, આજે આપણે તે ખેલાડીઓ પર નજર નાખીશું જેમણે દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમ છતાં પ્રથમ ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી ન હતી.        


આ યાદીમાં મોટા નામ સામેલ છે. શ્રેયસ અય્યર ઉપરાંત મુશીર ખાન અને અભિષેક પોરેલે દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે તેમની પસંદગી કરવામાં આવી ન હતી. ઈન્ડિયા-બી તરફથી મુશીર ખાને 181 રનની ઈનિંગ રમી હતી. એક સમયે ભારત-બી ટીમ 94 રનમાં 7 વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, પરંતુ આ પછી મુશીર ખાને કમાન સંભાળી હતી. મુશીર ખાનની સદીની મદદથી ઈન્ડિયા-બીએ 321 રન બનાવ્યા હતા.         


લેફ્ટ આર્મ સ્પિન બોલર માનવ સુથારે ઘાતક બોલિંગનું પ્રદર્શન કર્યું. ઈન્ડિયા-સી તરફથી માનવ સુથારે 7 વિકેટ ઝડપી હતી. આ બોલરે અક્ષર પટેલ, દેવદત્ત પડિકલ અને કેએલ ભરત જેવા મોટા નામોને પોતાનો શિકાર બનાવ્યા. પરંતુ તેમ છતાં માનવ સુથારને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો.      


ઈન્ડિયા-ડી માટે શ્રેયસ અય્યરે 44 બોલમાં 54 રનની તોફાની ઈનિંગ રમી હતી. જ્યારે દેવદત્ત પડિકલે 70 બોલમાં 56 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અભિષેક પોરેલે મુશ્કેલ સમયમાં 35 રનની સારી ઇનિંગ રમી હતી. પરંતુ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યો.       


આગામી 19 સપ્ટેમ્બરએ શ્રેણી શરૂ થવા જઈ રહી છે. અને પ્રથમ ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત ઓન કરી દેવામાં આવી છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયા આગામી 19 સપ્ટેમ્બરએ પ્રથમ શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટમાં ઘણા પ્લેયરોને સ્થાન મળ્યું નથી જેમને દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કર્યું છે. એવામાં હવે જોવાનું એ રહેશે કે શું આ પ્લેયરોને બીજી શ્રેણી માં મોકો મળી શકે છે કે નહીં.