Dwayne Bravo Retirement From CPL 2024: વિશ્વના મહાન ઓલરાઉન્ડર ખેલાડીઓમાંના એક ડ્વેન બ્રાવોએ નિવૃત્તિની જાહેરાત કરી છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL 2024) દરમિયાન તેણે આ લીગમાંથી પણ નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. તેણે કહ્યું કે આ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. આ પહેલા તેણે વર્ષ 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. જ્યાં સુધી સીપીએલનો સંબંધ છે, બ્રાવોએ તેની કારકિર્દીના 10 વર્ષથી વધુ સમય ત્રિનબેગો નાઈટ રાઈડર્સમાં વિતાવ્યો હતો.
આજે હું CPL લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું
ઇન્સ્ટાગ્રામ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરતા ડ્વેન બ્રાવોએ લખ્યું, "આ સફર શાનદાર રહી છે. આજે હું CPL લીગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. આ મારી છેલ્લી સિઝન હશે અને હું મારા ઘરેલું અને કેરેબિયન ચાહકોની સામે મારા પ્રોફેશનલ કેરિયરની છેલ્લી ટૂર્નામેન્ટ રમવા જઈ રહ્યો છું. અહીંથી મે રમવાની શરુઆત કહી હતી અને હવે અંત પણ અહીંથી જ થશે.
T20 ના મહાન ખેલાડીઓમાંથી એક
ડ્વેન બ્રાવો ટૂંક સમયમાં 41 વર્ષની ઉંમરને પાર કરવા જઈ રહ્યો છે અને તે બે દાયકાથી વધુ સમયથી વ્યાવસાયિક ક્રિકેટ રમી રહ્યો છે. પોતાની આક્રમક બેટિંગ અને ઉત્તમ ડેથ બોલિંગ માટે પ્રખ્યાત ડ્વેન બ્રાવોએ પોતાને T20 ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક તરીકે સ્થાપિત કર્યા છે. તેણે વિશ્વભરમાં ક્લબ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમી છે અને તેની 578 મેચોની ઐતિહાસિક T20 કારકિર્દીમાં 6,970 રન અને 630 વિકેટ લીધી છે. CPL 2024 સીઝનના અંત સુધીમાં આ આંકડા વધી શકે છે.
તે CSKના બોલિંગ કોચ તરીકે IPL સાથે જોડાયેલો છે
તમને યાદ અપાવી દઈએ કે ડ્વેન બ્રાવોએ પણ ઘણા વર્ષોથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પોતાની રમતથી બધાને પ્રભાવિત કર્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ માટે રમનાર બ્રાવોએ ડિસેમ્બર 2022માં આઈપીએલમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે CSKના બોલિંગ કોચ તરીકે IPL સાથે જોડાયેલો છે. તમને જણાવી દઈએ કે, બ્રાવોની ગણતરી ક્રિકેટ વિશ્વના મહાન ઓલ રાઉન્ડરમાં થાય છે. તે એક સારો ફિલ્ડર પણ છે. ધોની સાથે તેનું ખાસ બોન્ડિંગ છે.
આ પણ વાંચો: