IPL 2025 Dwayne Bravo Joins as KKR Mentor: વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો(Dwayne Bravo)એ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. બ્રાવોએ 2021માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તે ટી-20 લીગમાં પણ ખેલાડી તરીકે જોવા નહીં મળે. પરંતુ ક્રિકેટના મેદાનથી દૂર ગયા પછી પણ બ્રાવોએ ક્રિકેટ સાથેનું પોતાનું કનેક્શન તોડ્યું નથી. તેણે કોચિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે અને હવે તે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના મેન્ટર તરીકે નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.


બ્રાવો કોલકાતાનો મેન્ટર બન્યો
તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ડ્વેન બ્રાવો હવે કોલકાતા નાઈટ રાઈડર્સની જર્સીમાં જોવા મળશે, પરંતુ એક ખેલાડી તરીકે નહીં પરંતુ મેન્ટર તરીકે. આ જાહેરાત પોતે કોલકાતા નાઈટ રાઈડર્સના સોશિયલ મીડિયા પેજ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કેપ્શનમાં લખ્યું હતું કે- અમારા નવા માર્ગદર્શક, ડીજે 'સર ચેમ્પિયન'નું સ્વાગત છે, ચેમ્પિયન્સના શહેરમાં તમારુ સ્વાગત છે!


 






તમને જણાવી દઈએ કે આ પહેલા ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સના મેન્ટર હતા. જેમના નેતૃત્વમાં કોલકાતા નાઈટ રાઈડર્સ 10 વર્ષ બાદ આઈપીએલ 2025 ટ્રોફી જીતવામાં સફળ રહી હતી.


ડ્વેન બ્રાવોની આઈપીએલ કારકિર્દી
ડ્વેન બ્રાવોએ આઈપીએલની 161 મેચોમાં 129.57ની સ્ટ્રાઈક રેટથી 1560 રન બનાવ્યા છે. જેમાં પાંચ અડધી સદીનો સમાવેશ થાય છે. તેણે આઈપીએલની 161 મેચોમાં 8.38ની ઈકોનોમી સાથે 183 વિકેટ લીધી છે. ડ્વેન બ્રાવોએ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 75 ઇનિંગ્સમાં 1004 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ચેન્નાઈ માટે 8.37ની ઈકોનોમીમાં રન આપીને 140 વિકેટ પણ લીધી છે.


ડ્વેન બ્રાવોએ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી 25 ઈનિંગમાં 457 રન બનાવ્યા છે. આ સિવાય તેણે મુંબઈ માટે 8.20ની ઈકોનોમીમાં 26 વિકેટ પણ લીધી છે. ગુજરાત લાયન્સ તરફથી ડ્વેન બ્રાવોએ 13 ઇનિંગ્સમાં 99 રન બનાવ્યા છે. આ સિવાય તેણે ગુજરાત માટે 8.82ની ઈકોનોમી સાથે 17 વિકેટ પણ લીધી છે.  ડ્વેન બ્રાવોની ગણતરી વિશ્વના ટોપ ઓલરાઉન્ડરમાં થાય છે.


આ પણ વાંચો...


IPL 2025: શું આશીષ નહેરા ગુજરાત ટાઈટન્સનો સાથ છોડશે? મોટી જાણકારી આવી સામે