દુલીપ ટ્રોફી 2025ની શરૂઆત 28 ઓગસ્ટથી બેંગલુરુમાં શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેશે. પરંતુ મોટી ભારતીય ઘરેલુ ટુર્નામેન્ટ પહેલા ઈસ્ટ ઝોનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનને દુલીપ ટ્રોફી 2025માંથી બહાર કરવામાં આવ્યો છે. ઇશાનને થોડા અઠવાડિયા પહેલા ઈસ્ટ ઝોનનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ હવે તે આ છ ટીમોની ઘરેલુ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે નહીં. તેના સ્થાને ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે.
દુલીપ ટ્રોફીમાંથી ઇશાન કિશન બહાર
દુલીપ ટ્રોફીમાંથી ઇશાન કિશનના ખસી જવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. તેના સ્થાને ઓડિશાના 20 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન આશીર્વાદ સ્વૈનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓડિશા ક્રિકેટ એસોસિએશન દ્વારા તેના સત્તાવાર X હેન્ડલ પર આ વાતની પુષ્ટી કરવામાં આવી હતી. ઇશાનની ગેરહાજરીમાં બંગાળના અનુભવી બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરને ઈસ્ટ ઝોનની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. અભિમન્યુ ઈશ્વરન તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટેસ્ટ ટીમનો ભાગ હતો. પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.
આશીર્વાદ સ્વાન અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 મેચ રમ્યો છે, જેમાં તેણે 21 ઇનિંગ્સમાં 30.75 ની સરેરાશથી 615 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 77 રન છે, અને તેણે ત્રણ અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, તેણે 32 કેચ અને 3 સ્ટમ્પિંગ પણ કર્યા છે. દુલીપ ટ્રોફી 2025ની પ્રથમ ક્વાર્ટર-ફાઇનલ મેચમાં ઈસ્ટ ઝોન 28 થી 31 ઓગસ્ટ દરમિયાન બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ પર નોર્થ ઝોનનો સામનો કરશે. શુભમન ગિલ નોર્થ ઝોન ટીમના કેપ્ટન છે.
દુલીપ ટ્રોફી માટે ઈસ્ટ ઝોનની ટીમ
અભિમન્યુ ઇશ્વરન, આશીર્વાદ સ્વૈન (વિકેટકીપર), સંદીપ પટનાયક, વિરાટ સિંહ, ડેનિશ દાસ, શ્રીદામ પૉલ, શરણદીપ સિંહ, કુમાર કુશાગ્ર, રિયાન પરાગ, ઉત્કર્ષ સિંહ, મનીષી, સૂરજ સિંધુ જયસ્વાલ, મુકેશ કુમાર, આકાશ દીપ અને મોહમ્મદ શમી.
સ્ટેન્ડબાય: મુખ્તાર હુસૈન, વૈભવ સૂર્યવંશી, સ્વસ્તિક સામલ, સુદીપ કુમાર ઘરામી અને રાહુલ સિંહ.