ECB Cricket: ઇંગ્લેન્ડ ક્રિકેટ લીગમાં રમી રહેલા ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેને ચેતેશ્વર પુજારાના ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. સસેક્સ ક્રિકેટ ક્લબને ચાલી રહેલી કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 12 પૉઈન્ટનો દંડ ફટકારવામાં આવ્યો છે, જેના કારણે તેના કેપ્ટન ચેતેશ્વર પુજારાને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારા અત્યારે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે અને સસેક્સ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. સસેક્સે આ વર્ષે એપ્રિલમાં ચેતેશ્વર પુજારાની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી.


ECBએ આપી જાણકારી 
ખેલાડીઓના ખરાબ વર્તનને કારણે સસેક્સ પર 12 પૉઈન્ટની આ પેનલ્ટી લગાવવામાં આવી છે અને ટીમના કેપ્ટન હોવાના કારણે ચેતેશ્વર પુજારાને એક મેચના પ્રતિબંધનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ જાણકારી આપી છે.


સસેક્સે સજાનો સ્વીકાર કર્યો  - 
LV= ECB એ ઇન્શ્યૉરન્સ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં ખેલાડીઓના આચરણ માટે કડક નિયમો બનાવ્યા છે. આ સિઝનમાં સસેક્સ પર ચાર વખત નિશ્ચિત દંડ લાદવામાં આવ્યો છે. ECBના નિયમો અનુસાર, જ્યારે આવું થાય છે ત્યારે કેપ્ટન પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. સસેક્સીઓએ સજાને પડકાર્યા વિના સ્વીકારી છે.


કેમ લાગી પેનલ્ટી 
ECBએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, 13 સપ્ટેમ્બરે લેસ્ટરશાયર સામે બે વધારાના નિશ્ચિત દંડને કારણે સસેક્સને આ સજા આપવામાં આવી છે. ઇસીબીએ એ પણ માહિતી આપી છે કે આ મેચ પહેલા તેના ખાતામાં બે નિશ્ચિત પેનલ્ટી હતી. ટીમને આ સજા લીસેસ્ટરશાયર સામેની છેલ્લી મેચમાં ત્રણ ખેલાડીઓ ટોમ હેન્સ, જેક કાર્સન અને એરી કારવેલાસના ખરાબ વર્તન માટે મળી છે. આ કારણે ટીમને એક જ સિઝનમાં 4 પેનલ્ટી મળી હતી. ટીમના 12 પૉઈન્ટ પણ કાપવામાં આવ્યા હતા અને કેપ્ટન ચેતેશ્વર પુજારાને 1 મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.


આજથી ડર્બીશાયર સામે રમાનાર મેચમાં ટોમ અને જેકને ટીમમાં સ્થાન નહીં મળે. આ માહિતી ટીમના મુખ્ય કૉચ પૉલ ફાર્બ્રેસે આપી છે.