ICC Champions Trophy 2025: પાકિસ્તાનને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના યજમાન અધિકાર મળ્યા છે. જો કે, તે પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને સ્પષ્ટ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે.
ICCની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય!
આવી સ્થિતિમાં આ ટૂર્નામેન્ટને કોઈ અન્ય દેશમાં શિફ્ટ કરવી કે 'હાઈબ્રિડ મોડલ' હેઠળ આયોજિત કરવી તેને લઇને આજે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ચર્ચા કરવા અને અંતિમ રૂપ આપવા માટે આઈસીસી બોર્ડની ઇમરજન્સી બેઠક મંગળવારે (26 નવેમ્બર) મળવા જઈ રહી છે. BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સહિત ICC બોર્ડના તમામ સભ્યો આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે 'આ બેઠક ચેમ્પિયન્સ ટ્રોફી પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે કારણ કે BCCIએ તેની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો. અમારે આ ટ્રોફીને ઔપચારિક રૂપ આપવાની જરૂર છે કારણ કે હવે વધુ સમય બાકી નથી. ઘણી બાબતો પર ચર્ચા થશે.
નોંધનીય છે કે PCB ચીફ મોહસિન નકવીએ 'હાઈબ્રિડ મોડલ'ને નકારી કાઢ્યું હતું. પીસીબીએ આઈસીસી પાસે સ્પષ્ટતા માંગી હતી કે ભારત શા માટે પાકિસ્તાન જવા માંગતું નથી. 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2017 પછી પ્રથમ વખત ICC કેલેન્ડરમાં પરત ફરી રહી છે. પાકિસ્તાને 2017માં ઈંગ્લેન્ડમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આ વખતે તે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી ટૂર્નામેન્ટની યજમાની કરશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીએ સ્પષ્ટ કર્યું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજિત કરવામાં આવશે નહીં. અગાઉ એવા અહેવાલ હતા કે ભારત માટે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવશે. મોહસીન નકવીએ એ પણ ભારપૂર્વક કહ્યું કે જો ભારતને કોઈ સમસ્યા હોય તો તેઓ PCB સાથે વાત કરીને ઉકેલ શોધી શકે છે.
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ