Ashes 2023, Lord's Test Match: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 2023 એશિઝ શ્રેણીની ધમાકેદાર શરૂઆત થઈ હતી. ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ટેસ્ટ મેચ 2 વિકેટથી જીતીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. હવે બંન્ને ટીમો વચ્ચેની બીજી એશિઝ ટેસ્ટ મેચ 28 જૂનથી ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ઈંગ્લેન્ડ શ્રેણીમાં વાપસી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે પહેલા જ દિવસે 393 રન પર પ્રથમ દાવ ડિકલેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. એક્સપર્ટના મતે એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડની હારનું આ એક મોટું કારણ હતું. ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચમાં ઉસ્માન ખ્વાજાએ બંને ઇનિંગ્સમાં શાનદાર બેટિંગ કરી હતી. આ સાથે જ કેપ્ટન પેટ કમિન્સે પણ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું.
હેડ ટુ હેડ રેકોર્ડ
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાં એકબીજા સામેના રેકોર્ડ પર નજર કરીએ તો તેઓ અત્યાર સુધીમાં 357 મેચ રમી ચૂક્યા છે. આમાં ઈંગ્લેન્ડની ટીમે 110 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 151 મેચ જીતી છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર બંને ટીમો વચ્ચે 37 મેચ રમાઈ છે. આમાં ઈંગ્લેન્ડ માત્ર 7માં જીત્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયા 15 મેચમાં જીત્યું છે.
પિચ રિપોર્ટ
લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ બીજી મેચની પીચની વાત કરીએ તો તે બેટિંગની સાથે ફાસ્ટ બોલિંગ માટે ઘણી સારી સાબિત થાય છે. અહીં પહેલી 2 ઇનિંગ્સમાં સરેરાશ 300ની આસપાસનો સ્કોર જોવા મળ્યો છે. હવામાનની અસર પણ આ પીચ પર જોવા મળી રહી છે. આ કારણથી ઈંગ્લેન્ડના 2 અનુભવી ઝડપી બોલરો, સ્ટુઅર્ટ બ્રોડ અને જેમ્સ એન્ડરસનનું આ મેદાન પર અત્યાર સુધી સારુ પ્રદર્શન રહ્યું છે.
ઈંગ્લેન્ડમાં આ સમયે સમર હોવાના કારણે મેચ દરમિયાન વરસાદ વરસે તેવી સંભાવના છે. બીજી ટેસ્ટ મેચના પહેલા, ત્રીજા અને ચોથા દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. તાપમાન 22 થી 24 ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે.
સંભવિત પ્લેઇંગ ઇલેવન
ઈંગ્લેન્ડ
જેક ક્રાઉલી, બેન ડ્યુકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ, જોની બેયરસ્ટો, મોઈન અલી, સ્ટુઅર્ટ બ્રોડ, ઓલી રોબિન્સન, જેમ્સ એન્ડરસન.
ઓસ્ટ્રેલિયા
ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી, પેટ કમિન્સ નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ, મિશેલ સ્ટાર્ક.