ICC World Cup Qualifiers 2023 Points Table:  હાલમાં ઝિમ્બાબ્વેમાં 2023 વન-ડે  વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચ રમાઇ રહી છે. તેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો, પરંતુ હવે ચાર ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે.






ઉલ્લેખનીય છે કે આયરલેન્ડ, નેપાળ, યુએઇ અને યુનાઇટેડ સ્ટેટ્સનું 2023 વન-ડે વર્લ્ડકપ રમવાનું સપનું અધૂરુ રહી ગયું છે. આ તમામ ટીમો ક્વોલિફાયર રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે. હવે ભારતમાં રમાનાર વન-ડે વર્લ્ડ કપની મુખ્ય સ્પર્ધામાં પહોંચવા માટે 6 ટીમો વચ્ચે જંગ ખેલાશે.


આ ટીમો સુપર-6માં પહોંચી


જ્યારે ચાર ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી, આ 6 ટીમોએ સુપર-6માં સ્થાન મેળવી લીધું છે. જેમાં શ્રીલંકા, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, ઓમાન અને વેસ્ટ ઈન્ડિઝ સામેલ છે. જો કે, હજુ લીગ તબક્કાની ચાર મેચો બાકી છે, પરંતુ ટોપ-6નું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.


29 ઓગસ્ટથી સુપર-6 મેચ રમાશે


ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સુપર-6 મેચો 29 ઓગસ્ટથી રમાશે. અને તેની ફાઈનલ મેચ 9મી જૂલાઈના રોજ રમાશે. ક્વોલિફાયરમાંથી બે ટીમો વર્લ્ડ કપની મુખ્ય ઈવેન્ટમાં જશે.


મુખ્ય સ્પર્ધામાં 2 ટીમો ક્વોલિફાય થશે


2023 ODI વર્લ્ડ કપ 10 ટીમો વચ્ચે રમાશે. આ માટે આઠ ટીમો સીધી ક્વોલિફાય થઈ છે અને છેલ્લી બે ટીમો ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી પહોંચશે.


આ આઠ ટીમો સીધી ક્વોલિફાય થઈ હતી


યજમાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ 2023 ODI વર્લ્ડ કપ માટે સીધા ક્વોલિફાય થયા છે. હવે બાકીની બે ટીમો ક્વોલિફાયર રાઉન્ડમાંથી આવશે. ત્યારબાદ ઓક્ટોબર-નવેમ્બરમાં મુખ્ય ઈવેન્ટ રમાશે. ઘરઆંગણે રમવાને કારણે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં ફેવરિટ તરીકે ઉતરશે.


વર્લ્ડ કપ ક્વોલીફાયર મુકાબલામાં શ્રીલંકાની આયરલેન્ડ પર મોટી જીત


વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023ની મેચમાં શ્રીલંકાએ આયર્લેન્ડને ખરાબ રીતે હરાવ્યું હતું. રવિવારે ટીમનો 133 રનથી વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 326 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં આયર્લેન્ડની ટીમ 192 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. શ્રીલંકા તરફથી દિમુથ કરુણારત્ને અને વાનિંદ હસરંગાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કરુણારત્નેએ સદી ફટકારી હતી. જ્યારે હસરંગાએ 5 વિકેટ લીધી હતી