Travis Head Half Century: ઇગ્લેન્ડ સામેની પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ 28 રને જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ સાઉથમ્પટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડનો નિયમિત કેપ્ટન જોસ બટલર આ સીરીઝમાં રમી રહ્યો નથી. જોસ બટલરના સ્થાને ફિટ સોલ્ટને કેપ્ટનશીપની  જવાબદારી સોંપવામાં આવી છે.






ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડની તોફાની ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની ટી-20 સીરિઝમાં મજબૂત શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 28 રને હરાવી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો ટ્રેવિસ હેડ રહ્યો હતો જેણે માત્ર 23 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 59 રન કર્યા હતા.






હેડે ફક્ત 19 બોલમાં પોતાની અડધી સદી પુરી કરી હતી. તેણે ઇગ્લેન્ડના બોલર સેમ કુરનની એક ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને 30 રન ફટકાર્યા હતા. આ ઓવરમાં હેડે સતત 3 સિક્સર ફટકારી હતી. આ રીતે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 19.3 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં યજમાન ઈંગ્લેન્ડની ટીમ 19.2 ઓવરમાં 151 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 37 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી સીન એબોટે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ લીધી હતી.


ઓપનર ટ્રેવિસ હેડે ઓસ્ટ્રેલિયાને ધમાકેદાર શરૂઆત અપાવી હતી અને માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી ફટકારી હતી. દરમિયાન પાંચમી ઓવરમાં હેડે ઈંગ્લેન્ડના બોલર સેમ કુરનની ઓવરમાં 30 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના 179 રનના જવાબમાં ઈંગ્લેન્ડની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટીમે પાવરપ્લેમાં 46 રનમાં વિલ જેક્સ, જોર્ડન કોક્સ અને ફિલ સોલ્ટની વિકેટ ગુમાવી દીધી હતી. લિયામ લિવિંગસ્ટોને મધ્ય ઓવરોમાં સારી ઇનિંગ રમવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પણ ટીમને જીત અપાવી શક્યો નહોતો આ પછી એડમ ઝમ્પા અને સીન એબોટે યોગ્ય પ્રદર્શન કર્યું અને ઈંગ્લેન્ડને 151 રન સુધી રોકી દીધું. ટ્રેવિસ હેડને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.