ENG vs AUS, Ashes Series 2023: ઑસ્ટ્રેલિયા સામે હેડિંગ્લે ખાતે રમાયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ ઇંગ્લેન્ડે 3 વિકેટે જીતી. મેચની ચોથી ઇનિંગમાં બેન સ્ટોક્સની ટીમને 251 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ નિયમિત અંતરે વિકેટ ઝડપી હતી પરંતુ હેરી બ્રુકે એક છેડો ટકાવી રાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 171 રનમાં ઈંગ્લેન્ડની 6 વિકેટ પડી હતી. પરંતુ બ્રુકે ક્રિસ વોક્સ સાથે જોડી બનાવીને ટીમને જીતની નજીક પહોંચાડી હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડ એશિઝ શ્રેણીમાં હજુ પણ યથાવત છે. 5 મેચની આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા હજુ પણ 2-1થી આગળ છે. બેન સ્ટોક્સની કેપ્ટનશિપમાં ઈંગ્લેન્ડે જીત મેળવવાની સાથે જ અનેક રેકોર્ડ તોડી નાંખ્યા હતા.
બ્રુકે 75 રનની શાનદાર ઈનિંગ
આઈપીએલ 2023માં ખરાબ રીતે ફ્લોપ થયેલો હેરી બ્રુક એશિઝમાં પણ કોઈ મોટી સિદ્ધિ ન કરી શક્યો. પરંતુ આ મેચમાં તેણે જવાબદારી નિભાવી હતી. બ્રુકે વોક્સ સાથે 7મી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન તેણે ટેસ્ટમાં પોતાના એક હજાર રન પણ પૂરા કર્યા. બ્રુકે93 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે તેને આઉટ કર્યો ત્યારે ઈંગ્લેન્ડને વધુ 21 રનની જરૂર હતી. ક્રિસ વોક્સ અને માર્ક વૂડે ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી હતી. વોક્સે 32 અને વૂડે 16 રનની અણનમ ઇનિંગ રમી હતી
સુકની તરીકે પ્રથમ 17 ટેસ્ટમાં પરિણામ
- વકાર યુનિસ, પાકિસ્તાન (10 જીત, 7 હાર)
- શાકિબ અલ હસન, બાંગ્લાદેશ (3 જીત, 14 હાર)
- બેન સ્ટોક્સ, ઈંગ્લેન્ડ (12 જીત, 5 હાર)
ટેસ્ટમાં સૌથી સફળ 250+ ચેઝ
ટેસ્ટમાં ચોથી ઈનિંગમાં રન ચેઝ મામલે ઈંગ્લેન્ડે બેન સ્ટોક્સની આગેવાનીમાં જીત મેળવવાની સાથે ઈતિહાસ રચ્ચો છે. બેન સ્ટોક્સ ટેસ્ટનો 5મી વખત 250થી વધુ રનના ટોર્ગેટ હાંસલ કરનારો પ્રથમ કેપ્ટન બન્યો છે. પહેલા આ રેકોર્ડ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે હતો. ધોનીની કેપ્ટનશિપમાં ભારત 4 વખત 250 કે તેથી વધુ રન રન ચેઝ કરીને વિજેતા બન્યું હતું.
- 5 બેન સ્ટોક્સ
- 4 એમએસ ધોની
- 3 બ્રાયન લારા અને રિકી પોન્ટિંગ
પાંચ સફળ 250+ ચેઝમાંથી ચાર 4.50 અથવા તેથી વધુના સ્કોરિંગ દરે આવ્યા છે.
સ્થળ પર સૌથી સફળ 250+ ચેઝ
- MCG ખાતે 7
- 6 હેડિંગલી ખાતે
- SCG ખાતે 4
- કિંગ્સમીડ, ક્વીન્સ પાર્ક ઓવલ, લોર્ડ્સ, એજબેસ્ટન ખાતે 3 દરેક
સૌથી ઓછા બોલમાં 1000 ટેસ્ટ રન
- 1058 હેરી બ્રુક
- 1140 કોલિન ડી ગ્રાન્ડહોમ
- 1167 ટિમ સાઉથી
- 1168 બેન ડકેટ
ઇંગ્લેન્ડ માટે 1000 ટેસ્ટ રનની સૌથી ઓછી ઇનિંગ્સ
- 12 હર્બર્ટ સટક્લિફ
- 16 લેન હટન
- 17 ગેરી બેલેન્સ/હેરી બ્રુક
- 18 વેલી હેમન્ડ
Join Our Official Telegram Channel: