ENG vs IRE Lords Test, Ben Stokes: ઇંગ્લેન્ડે લોર્ડ્સ ટેસ્ટમાં આયરલેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. ઇંગ્લેન્ડને બીજી ઇનિંગમાં મેચ જીતવા માટે માત્ર 11 રન કરવાના હતા. ઈંગ્લેન્ડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 12 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયો છે. વાસ્તવમાં, બેન સ્ટોક્સ ટેસ્ટ ઈતિહાસનો એવો પ્રથમ કેપ્ટન બન્યો છે જેણે ટેસ્ટ મેચમાં બોલિંગ કે બેટિંગ કરી નથી. પરંતુ આ સિવાય ટીમ મેચ જીતી લીધી હતી. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે.
આ મેચમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયરલેન્ડની ટીમ માત્ર 172 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ઈંગ્લેન્ડે 4 વિકેટે 524 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ઈંગ્લેન્ડ માટે ઓલી પોપે શાનદાર બેવડી સદી ફટકારી હતી. ઓલી પોપે 208 બોલમાં 205 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય બેન ડકેટે 178 બોલમાં 182 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આયરલેન્ડ તરફથી એન્ડી મેકબર્નીએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
જોશ ટોન્ગની ઘાતક બોલિંગ
આયરલેન્ડે તેના બીજા દાવમાં 9 વિકેટે 362 રન બનાવ્યા હતા. આયરલેન્ડ માટે બીજા દાવમાં ત્રણ બેટ્સમેનોએ પચાસ રનનો આંકડો પાર કર્યો હતો. હેરી ટેક્ટર ઉપરાંત એન્ડી મેકબર્ની અને માર્ક એડરે શાનદાર ઇનિંગ્સ રમી હતી. હેરી ટેક્ટર, એન્ડી મેકબર્ની અને માર્ક એડરે અનુક્રમે 51, 86 અને 88 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જોશ ટોંગે સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. આ સિવાય સ્ટુઅર્ટ બ્રોડ, મેથ્યુ પોટ્સ, જેક લીચ અને જો રૂટને 1-1 સફળતા મળી હતી.
Ashes 2023: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઇગ્લેન્ડે જાહેર કરી ટીમ
England Squad For Ashes 2023: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 16 જૂનથી રમાશે. બંને ટીમો એજબેસ્ટનના મેદાન પર આમને-સામને થશે. જ્યારે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 28 જૂનથી લોર્ડ્સમાં રમાશે. આ સાથે જ ઈંગ્લેન્ડે પ્રથમ બે ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડે જોશ ટોન્ગને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. જોશ ટૉન્ગ કાઉન્ટી ક્રિકેટમાં વૂસ્ટશાયર માટે રમે છે. આ ખેલાડીએ આયરલેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો એશિઝ શ્રેણીમાંથી વાપસી કરશે