ENG Vs NZ : પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને નવ વિકેટે હરાવ્યું, 2019ની ફાઇનલમાં મળેલી હારનો બદલો લીધો
વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં જુઓ
ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં વર્લ્ડ કપ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડે 283 રનનો ટાર્ગેટ 36.2 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ન્યુઝીલેન્ડ માટે કોન્વેએ 121 બોલમાં 152 રનની અણનમ ઇનિંગ રમી હતી. કોન્વેવેપણ રચિન સાથે સારી રીતે મળી ગયો. રચિને 96 બોલમાં 123 રન બનાવ્યા હતા. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 271 રનની અણનમ ભાગીદારી થઈ હતી. વર્લ્ડ કપ વિજેતા ઈંગ્લેન્ડ માટે આ હાર ખૂબ જ પીડાદાયક છે. ન્યૂઝીલેન્ડે 2019ની ફાઇનલમાં મળેલી હારનો બદલો પ્રથમ મેચમાં જ લઈ લીધો છે.
ડ્વેન કોનવે પછી રચિન રવિન્દ્ર સદીના આંકને સ્પર્શી ગયો છે. રચિન રવિન્દ્રએ 82 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. રચિન રવિન્દ્રની આ પ્રથમ વર્લ્ડ કપ મેચ છે. રચિન રવિન્દ્ર 82 બોલમાં 100 રન બનાવીને રમી રહ્યો છે. અત્યાર સુધી રચિન રવિન્દ્રએ 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા છે.
ઈંગ્લેન્ડે 283 રન બનાવ્યા છે. જોકે, ઈંગ્લેન્ડે પણ 50 ઓવરની રમતમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડની વિકેટ સતત પડતી રહી. જો રૂટે સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. બટલરે 43 રનનું યોગદાન આપ્યું હતું. હેનરીએ ત્રણ વિકેટ ઝડપી હતી. સેન્ટનર અને ફ્લિપને 2-2 વિકેટ મળી હતી.
ઇંગ્લેન્ડના નવ ખેલાડી આઉટ થઇ ચૂક્યાં છે.45.3 ઓવરમાં ઇંગ્લેન્ડનો સ્કોર 253 રન છે. વર્લ્ડ કપ ચેમ્પિયન ઇંગ્લેન્ડ 50 ઓવર રમી શકે તેવી શક્યતા નથી દેખાતી
જો રૂટ આઉટ થઇ ગયો છે. જેથી ઈંગ્લેન્ડની 7મી વિકેટ પડી. ઈંગ્લેન્ડ મુશ્કેલીમાં વઘારો થયો છે. ઈંગ્લેન્ડે 42.2 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 237 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડની છઠ્ઠી વિકેટ પડી છે. 39 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 221 રન છે. લિવિંગસ્ટોનને બોલ્ટે આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડની મુશ્કેલીઓ વધી ગઈ છે.
ઈંગ્લેન્ડનો સ્કોર 200ને પાર થઈ ગયો છે. 36 ઓવર બાદ ઈંગ્લેન્ડે 5 વિકેટના નુકસાન પર 208 રન બનાવી લીધા છે
ENG Vs NZ Live :હેનરીને બોલિંગમાં પરત લાવવાનો લોથમનો નિર્ણય સાચો સાબિત થયો છે. હેનરીએ બટલરની વિકેટ લીધી છે. બટલરે 43 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની પાંચમી વિકેટ પડી છે. ઈંગ્લેન્ડનો સ્કોર 33.2 ઓવરમાં 188 રન છે. રૂટ 59 રન બનાવીને ક્રીઝ પર છે.
રૂટ અને બટલર ઇંગ્લેન્ડની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. 27 ઓવર પછી ઇંગ્લેન્ડનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 150 રન છે. બટલર 18 રન બનાવીને રમી રહ્યો છે. રૂટે 46 રન બનાવ્યા છે.
રૂટ ક્રિઝ પર યથાવત છે અને ઇંગ્લેન્ડની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. 21 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 118 રન છે.
ENG Vs NZ Live Score: ઈંગ્લેન્ડની ચોથી વિકેટ પણ પડી છે. મોઈન અલી કોઈ અજાયબી ન કરી શક્યો. ઈંગ્લેન્ડનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 118 રન છે. 21.2 ઓવરની રમત પૂર્ણ થઈ ગઈ છે.
ઈંગ્લેન્ડની ત્રીજી વિકેટ પડી છે. બ્રુકને રચીને પેવેલિયન પરત મોકલ્યો છે. ઈંગ્લેન્ડનો સ્કોર 17 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 94 રન છે. મોઈન અલી રૂટને સપોર્ટ કરવા માટે ક્રીઝ પર આવ્યો છે.
ઈંગ્લેન્ડે 6 ઓવર બાદ કોઈપણ નુકશાન વિના 35 રન બનાવ્યા હતા. બેયરસ્ટો 16 બોલમાં 21 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. ડેવિડ માલાને 20 બોલમાં 13 રન બનાવ્યા છે. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા છે.
ન્યુઝીલેન્ડને પ્રથમ સફળતા 8મી ઓવરમાં મળી હતી. હેનરીએ માલનને પેવેલિયન પરત મોકલી દીધો છે. માલને 14 રન બનાવ્યા હતા. 8 ઓવર પછી ઈંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના નુકસાને 40 રન છે. રૂટ બેયરસ્ટોને સપોર્ટ કરવા ક્રિઝ પર આવ્યો છે
ઇંગ્લેન્ડે પ્રથમ ઓવરમાં 12 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટની ઓવર મોંઘી સાબિત થઈ. ઈંગ્લેન્ડ માટે બેયરસ્ટોએ એક ફોર અને એક સિક્સર ફટકારી હતી. તે 5 બોલમાં 11 રન બનાવીને રમી રહ્યો છે. માલને ખાતું પણ ખોલાવ્યું છે.
વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ માટે ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓ પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરશે. ઈશ સોઢી, કેન વિલિયમસન અને ટિમ સાઉથી ન્યૂઝીલેન્ડ તરફથી પ્રથમ મેચમાં નહીં રમે. લોકી ફર્ગ્યુસન પણ પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવન - ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ લાથમ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેમ્પમેન, જીમી નીશમ, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, ટ્રેન્ટ બોલ્ટ.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન: જોની બેરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરાન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ.
બ્રેકગ્રાઉન્ડ
ENG Vs NZ Live Score: વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ગુરુવારે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર આ મેચ રોમાંચક બની છે. આ બંને ટીમો છેલ્લે 2019ની ફાઇનલમાં ટકરાયા હતા. ઇંગ્લેન્ડે ફાઇનલમાં જીત મેળવીને ટાઇટલ જીત્યું હતું. હવે ન્યુઝીલેન્ડની નજર બદલો પૂર્ણ કરવા પર રહેશે. ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ ખેલાડી કેન વિલિયમસન આ મેચમાં નહીં રમે. આ તેના માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.
ઇંગ્લેન્ડ પાસે સારી બેટિંગ લાઇન અપ છે અને મજબૂત બોલિંગ આક્રમણ પણ છે. તેનું પેસ બોલિંગ આક્રમણ ખૂબ જ મજબૂત છે અને ઘણા વિકલ્પો પણ ઉપલબ્ધ છે. વિકેટકીપર અને કેપ્ટન જોસ બટલર શ્રેષ્ઠ સંયોજન સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે. ટીમ પ્લેઈંગ ઈલેવનમાં જોન બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ અને લિયામ લિવિંગસ્ટોનનો સમાવેશ કરી શકે છે. બેન સ્ટોક્સ એક અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી છે અને તેણે ઘણા પ્રસંગોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્ટોક્સની સાથે હેરી બ્રુક પણ એક વિકલ્પ છે. તેથી પ્લેઇંગ ઇલેવનમાં કોને સ્થાન મળે છે તે જોવું રહ્યું. માર્ક વુડ અને આદિલ રાશિદ પણ પ્રથમ મેચમાં રમી શકે છે.
ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ ખેલાડી વિલિયમસન આ મેચમાં નહીં રમે. તેની ગેરહાજરીમાં ટોમ લાથમ મહત્વની જવાબદારી નિભાવવા તૈયાર છે. ટીમમાં ડેવોન કોનવે, વિલ યંગ અને મિશેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકાય છે. રચિન રવિન્દ્રને પણ તક મળી શકે છે. રવિન્દ્રએ તેના તાજેતરના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. ટીમનું બોલિંગ આક્રમણ પણ મજબૂત છે. ટ્રેન્ટ બોલ્ડ અને લોકી ફર્ગ્યુસન જેવા બોલરો ઈંગ્લેન્ડને સ્પર્ધા આપવા માટે ઉપલબ્ધ છે. ઈશ સોઢી અને મેટ હેનરીને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -