Ben Stokes Injury In The Hundred: બેન સ્ટૉક્સ આ દિવસોમાં 'ધ હન્ડ્રેડ' ટૂર્નામેન્ટમાં નૉર્ધન સુપરચાર્જર્સ તરફથી રમી રહ્યો છે, જ્યાં તેને ગંભીર ઈજા થઈ હતી. સ્ટૉક્સની ઈજા એટલી ગંભીર હતી કે તેણે બેટિંગમાંથી સંન્યાસ લઈ મેદાન છોડવું પડ્યું હતું. સ્ટૉક્સ પોતે મેદાનની બહાર નીકળ્યો ન હતો, પરંતુ તેણે મેદાનની બહાર જવા માટે સહારો લેવો પડ્યો હતો. સ્ટૉક્સની ઈજા ઈંગ્લેન્ડ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. ઈંગ્લેન્ડને 21 ઓગસ્ટથી શ્રીલંકા સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમવાની છે.
સ્ટૉક્સ હાલમાં ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન છે. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડને શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સ્ટૉક્સને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે. નોર્ધન સુપરચાર્જર્સના સ્ટૉક્સને ગયા રવિવારે ધ હન્ડ્રેડમાં માન્ચેસ્ટર ઓરિજિનલ્સ સામે રમતી વખતે ઈજા થઈ હતી. ઈજા બાદ સ્ટોક્સનો મેદાન છોડવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તે અન્યનો સહારો લઈને મેદાનની બહાર જતો જોવા મળે છે.
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાંથી થઇ શકે છે બહાર
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ટૉક્સનું સોમવારે સ્કેન થવાનું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટૉક્સ શ્રીલંકા વિરૂદ્ધ રમાનારી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ગુમાવી શકે છે. જો કે, આ મામલાની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે સ્ટૉક્સ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ભાગ લઈ શકશે કે નહીં.
રન લીધા પછી થઇ પરેશાની
ઝડપી રન બનાવ્યા બાદ સ્ટૉક્સ પીડામાં જોવા મળ્યો હતો. સ્ટૉક્સે રન પૂરો કરતાની સાથે જ ઉભા થઇ જવું પડ્યુ અને અને તેના પગને જકડેલા જોયા, આ પછી સ્ટૉક્સે ઘોડીનો સહારો લીધો અને મેદાનની બહાર નીકળી ગયો હતો. સ્ટૉક્સ માત્ર 4 બોલનો સામનો કરી શક્યો, જે બાદ તેને બહાર જવું પડ્યું.
આ પણ વાંચો -
શું રોહિત અને વિરાટે માની BCCIની વાત? વર્ષો પછી આ સ્થાનિક ટુનામેન્ટમાં રમશે બંન્ને ક્રિકેટરો