નવી દિલ્હીઃ શ્રીલંકા પ્રવાસ પર ગયેલી ઇંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જાણકારી અનુસાર ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલી કોરોના પૉઝિટીવ નીકળ્યો છે. મોઇન અલી કાલે જ ટીમ સાથે શ્રીલંકા પહોંચ્યો હતો, ઇંગ્લેન્ડ બોર્ડ ખુદ આ વાતની જાણકારી આપી છે.


ઉલ્લેખનીય છે કે પ્રવાસ પર ઇંગ્લેન્ડને બે મેચોની ટેસ્ટ સીરીઝ રમવાની છે. આ પછી ઇંગ્લિશ ટીમ ભારત પ્રવાસ પર આવશે. જ્યાં તેમને ચાર ટેસ્ટ, પાંચ ટી20 અને ત્રણ વનડે મેચોની સીરીઝ રમવાની છે.

શ્રીલંકાની કોરોના ગાઇડલાઇન પ્રમાણે, હવે મોઇન અલીને 10 દિવસ સુધી એકલા ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. ઇંગ્લિશ ટીમ હજુ હમ્બનટોટામાં છે, પરંતુ 10 જાન્યુઆરીએ ગાલે માટે રવાના થશે, જ્યાં તેમને પ્રથમ ટેસ્ટ રમવાની છે.

જો મોઇન અલી 10 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેશે તો તે પ્રથમ ટેસ્ટ ગુમાવી શકે છે, કેમકે આઇસૉલેસન પીરિયડ 13 જાન્યુઆરીએ પુરો થશે, અને 14 જાન્યુઆરીએ પ્રથમ ટેસ્ટ મેચ રમાવવાની છે. આવામાં તેને પ્રથમ ટેસ્ટ મિસ કરવાનુ નક્કી લાગી રહ્યું છે.