England playing xi: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને પોતાના જ ઘરમાં ટીમ ઈન્ડિયા સામે પાંચમી ટેસ્ટ મેચ રમવાની છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની કેપ્ટનશીપ હેઠળ આ મેચ 1 જુલાઈથી બર્મિંઘમના એજબેસ્ટનમાં રમાશે. આ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની પ્લેઈંગ 11 ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા સામેની સામેની આ ટેસ્ટ મેચમાં 6 બેટ્સમેનને સ્થાન આપવામાં આવ્યું છે અને ત્રણ ફાસ્ટ બોલરને પણ પ્લેઈંગ ઈલેવનમાં લીધા છે.


ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11:
એલેક્સ લીસ, જૈક ક્રાઉલી, ઓલી પોપ, જો રુટ, જોની બેયરસ્ટો, બેન સ્ટોક્સ (કેપ્ટન), સૈમ બિલિંગ્સ (વિકેટકીપર), મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જૈક લીચ અને જેમ્સ એન્ડરસન.




ઇંગ્લેન્ડની ટીમે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી હતી, જેમાં છેલ્લી ટેસ્ટ મેચમાં 7 વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લેન્ડની ટીમે ગત પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે અને હવે ટીમ ભારત સાથે આ નવી ટીમ સાથે મેદાનમાં ઉતરશે. છેલ્લી ટેસ્ટમાં સામેલ વિકેટકીપર બેન ફોક્સ અને જેમી ઓવર્ટોનને ટીમમાં સ્થાન નથી અપાયું. પ્લેઇંગ-11માં તેના સ્થાને વિકેટકીપર સેમ બિલિંગ્સની સાથે અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને તક આપવામાં આવી છે.


ટીમમાં 6 બેટ્સમેન અને 3 ફાસ્ટ બોલરઃ
પ્લેઈંગ-11માં એલેક્સ લીસ અને જેક ક્રાઉલી ટીમ ઈન્ડિયા સામે ઓપનિંગ કરતા દેખાશે.  ઓપનિંગ કરતા જોવા મળશે. કેપ્ટન બેન સ્ટોક્સે ટીમમાં 6 બેટ્સમેનોનો સમાવેશ કર્યો છે. આ સાથે કેપ્ટન બેન સ્ટોક્સ પોતે ઓલરાઉન્ડર તરીકે રહેશે, જે ઝડપી બોલિંગ પણ કરે છે. સ્ટોક્સ ઉપરાંત પ્લેઇંગ-11માં ત્રણ ફાસ્ટ બોલર અને એક સ્પિનર ​​જેક લીચને પણ સ્થાન અપાયું છે.