નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી 13મી ફેબ્રુઆરીથી બીજી ટેસ્ટ ચેન્નાઇના મેદાનમાં રમાવવાની છે. આ પહેલા ઇંગ્લિશ ટીમે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત છે કે આ ટીમમાંથી ચાર સ્ટાર ખેલાડીઓને પડતા મુકાયા છે, જેમાં ડૉમ બેસ, જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર અને જૉસ બટલરનો સામેલ છે.

ઇંગ્લેન્ડે બીજી ટેસ્ટ માટે પાંચ નવા ખેલાડીઓની જાહેરાત કરી છે, મોઇન અલી, બેન ફૉક્સ અને સ્ટુઅર્ટ બ્રૉડનુ બીજી ટેસ્ટ રમવાનુ નક્કી માનવામાં આવી રહ્યું છે. ક્રિસ વૉક્સ અને ઓલી સ્ટૉનમાંથી કોઇ એક ખેલાડી બીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો બની શકે છે.

ડૉમ બેસ, જેમ્સ એન્ડરસન અને જૉસ બટલરને ઇંગ્લેન્ડે પોતાના ખેલાડીઓને આરામ આપવાની રણનીતિ અંતર્ગત બહાર કરી દીધા છે. જોફ્રા આર્ચર જોકે ઇજાગ્રસ્ત હોવાના કારણે બીજી ટેસ્ટ નથી રમી શકવાનો. જૉસ બટલર હવે બાકીની ત્રણેય મેચ નહીં રમે, કેમકે તે ઇંગ્લેન્ડ પરત જઇ ચૂક્યો છે. બેન ફૉક્સ બાકી ત્રણ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો મુખ્ય વિકેટકીપર હશે.

ઇંગ્લેન્ડ ટીમઃ
રૉરી બર્ન્સ, સિબ્લે, લૉરેન્સ, જૉ રૂટ (કેપ્ટન), બેન સ્ટૉક્સ, ઓલી પૉપ, બેન ફૉક્સ (વિકેટકીપર), મોઇન અલી, સ્ટુઅર્ટ બ્રૉડ, જેક લીચ, ક્રિસ વૉક્સ/ઓલી સ્ટૉન.